Nawanagar Time
સ્વાદ પકવાન

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી ખાટા ઢોકળા

traditional-gujarati-cuisine-khata-dhokala
સામગ્રી
  • 1 1/2 કપ ચોખાનો લોટ
  • 1/2 કપ બેસન\
  • 1 ચમચો ચણાદાળ
  • 2 ચમચા દહીં
  • 1 કપ પાણી
  • 1/2 ઈંચ આદુની પેસ્ટ
  • 1/2 ચમચો લસણની પેસ્ટ
  • 1 ચમચી સમારેલા લીલા મરચાં
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
બનાવવાની રીત

ચોખાના લોટમાં, બેસન, ચણાદાળ, દહીં અને પાણી મિક્સ કરો. આ મિશ્રણને હુંફાળી જગ્યાએ 8-10 કલાક આથો આવે તે માટે મુકી રાખો. આથો આવી જાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરચા, હળદર અને મીઠું મિક્સ કરો. એક થાળીમાં તેલ લગાવી દો. ખીરામાં બેકિંગ સોડા મિક્સ કરો અને ખીરૂ થાળીમાં રેડી દો. તેના પર લાલ મરચું ભભરાવો.

ઢોકળીયામાં પાણી ઉકાળી લો. પછી ઢોકળીયાની પ્લેટ પર ખીરાવાળી થાળી મુકીને ઢાંકી દો. 10-12 મિનિટ પછી ચેક કરી લો ઢોકળા બની ગયાં હોય તો થાળીને કાઢી લો. થાળીને થોડી ઠંડી થવા દો. ચપ્પુની મદદથી ચોરસ ટુકડા કાપી લો. ગરમાગરમ ખાટા ઢોકળાને સીંગતેલ, લસણની ચટણી કે લીલી ચટણી સાથે સર્વ કરો.

 

Related posts

શાકમાં કઈક નવીન ઇચ્છતા હો તો બનાવી જુઓ રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક

Nawanagar Time

પનીરની સબ્જી બનાવતા સમયે આ ટીપ્સ આપ્નાવો એક દમ 5 સ્ટાર રેસ્ટોરેન્ટ જેવું બનશે

Nawanagar Time

ફાસ્ટફૂડ અથવાતો ઉપવાસમાં ઉપયોગમાં લો આ સાબુદાણાના વડા

Nawanagar Time

Leave a Comment