Nawanagar Time
ગુજરાત જામનગર

લાલપુર બાયપાસે ટ્રેલરના જોટામાં બાઈક ઘૂસ્યું: ટ્રાફિક જામ

trailer-jumps-into-bypass-by-lalpur-bypass-traffic-jam

‘રામ રાખે તેને કોણ ચાખે’ જેવી ઘટનામાં ટ્રેલરના જોટામાં ઘૂસી જવા છતાં બન્ને બાઈક ચાલકોનો બચાવ: ઘટના સીસી ટીવીમાં કેદ: અકસ્માતને પગલે એક કલાક સુધી ટ્રાફિક જામ

જામનગર:-લાલપુર બાયપાસ પાસે આજે વહેલી સવારે એક ટ્રેલરે બાઇકને હડફેટે લીધું હતું. જો કે, ટ્રકના પાછળના જોટામાં બાઈક ઘૂસી જવા છતાં ‘રામ રાખે તેને કોણ ચાખે’ ઉક્તિ મુજબ બાઇક ઉપર સવાર બંને યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો. જો કે, બાઈકનો ભૂકો થઈ ગયો હતો. પોલીસે બનાવ સ્થળ પર પહોંચી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો અને અકસ્માતને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે આજે વહેલી સવારે મોરકંડા ગામના બે યુવાનો દરેડ જીઆઈડીસી ઉધોગ ખાતે પોતાની નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે લાલપુર ચોકડી પર એક જી.જે.12 બીવી 6860 નંબર નો ટ્રેલર ત્યાથી પસાર થઈ રહ્યા હતો. જેમાં આ બંને યુવાનોની બાઇક એકાએક ટ્રેલરના પાછલા વ્હીલમાં આવી જતાં અફડાતફડી સર્જાય હતી. જો કે બનાવ ને પગલે બાઇક પર સવાર બંને યુવાનો મહેશ પરસોતમભાઈ ચૌહાણ (ઉ.વ.30) રહે. મોરકંડા ગામ, તેમજ જયેશ ભગવાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.18) રહે. મોરકંડા ગામનો ચમત્કારિક બચાવ થયો હતો. અને શરીરે નાની-મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે હોન્ડાસાઇન બાઇક નંબર જી.જે.10 7942નો ભુક્કો થઈ ગયો હતો. સમગ્ર બનાવને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. અને લાલપુર ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ પંચ-એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરવા લાગી ગયો હતો. ત્યારબાદ સમગ્ર બનાવને પગેલ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. જેમાં ટ્રેલરચાલક ટ્રેલર મૂકી ફરાર થયો હતો.

Related posts

જામનગરના કોચને એક ફૂટબૉલ બે લાખમાં પડ્યો!

Nawanagar Time

જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી: હાઈ ઍલર્ટ

Nawanagar Time

ઓગસ્ટના અંત સુધી બધા તહેવારોની ઉજવણી રદ્દ કરવી જોઈએ : રૂપાણી

Nawanagar Time

Leave a Comment