Nawanagar Time
ગુજરાત જામનગર

વંચિત બાળકો દ્વારા માં તુજે સલામ સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

tujya-salaam-cultural-program-organized-by-the-deprived-children-in-a-grand-manner

ચૈતન્ય ચેરીટઠેબલ ટ્રસ્ટ અને હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર દ્વારા આયોજન

જામનગર:-ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા છેલ્લા 22 વર્ષથી વંચિત ભિક્ષુક, કચરો વીણતાં, બાળ મજુર, શાળા બહારના તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને દત્તક લઈને હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર દ્વારા જામનગરના વિવિધ પછાત વિસ્તારો માં 365 દિવસ માટે ઉત્તમ શિક્ષણ, પૌષ્ટિક ખોરાક અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે. આ ઉપરાંત યુવાઓ અને મહિલાઓ માટે પણ સંસ્થા વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના ભાગરૂપે  અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં માં તુજે સલામ નામનો દેશભક્તિના ગીતો ઉપર નો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેની વિશેષતા એ હતી કે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભિક્ષુક, કચરો વીણતાં, બાળ મજુર, શાળા બહારના તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરતા વંચિત બાળકો દેશભક્તિના વિવિધ ગીતો ઉપર ડાન્સ કરીને પોતાનું હુન્નર બતાવ્યુ હતું. તથા આ સાંસ્કૃતિક કાર્યક્રમનો ઉદેશ વંચિત બાળકોમાં દેશ દાઝ અને દેશ ભાવના ઉત્પન્ન કરવાનો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 90 જેટલા બાળકો એ  ભાગ લીધો હતો દરેક ભાગ લેનાર ને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વંચિત બાળકોને પ્રોતસાહિત કરવા માટે ડો.રશ્મી ખંડેલવાલ (ક્ન્જીનિયાલીટી, ડેજલ મીસીસ. ઇન્ડિયા યુનિવર્સ) ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  પ્રોટેક્ટ ગર્લ  અભિયાનના બ્રાંડ એમ્બેસેડર છે તેઓ ખાસ ઉપસ્થિત રહયા હતા તે ઉપરાંત  જામનગરના અગ્રણી ગાયનેકોલોજિસ્ટ ડો.નેહાબેન આચાર્ય, મિતલબેન ફળદુ (કોર્પોરેટર), ગણેશકુમાર (મેનેજર, પંજાબ નેશનલ બેંક), ભરતભાઈ નાગડા, ધનજીભાઈ ધનાણી અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહયા હતા.

Related posts

ખેડૂત અધિકાર સંમેલન માટે ખેડૂતોનો જબ્બર પ્રતિસાદ

Nawanagar Time

જામનગર જિલ્લામાં 16 લાખ વૃક્ષો વવાશે, અમલીકરણ સામે સવાલ

Nawanagar Time

કોરોના સામે જંગ જીતનાર અને સંભાળ રાખનારે કાળજી રાખવી જરૂરી

Nawanagar Time

Leave a Comment