Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની જિલ્લાની તમામ કોર્ટમાં LED ડિસ્પ્લે બંધ

turn-off-led-display-in-all-the-courts-of-jamnagar-district

અસિલો-વકિલોને કેસની જાણકારી મેળવવા દોડા-દોડી: ડીજીટલ ઇન્ડિયા પ્રોજેકટને બ્રેક

જામનગર:-જામનગરની મુખ્ય કોર્ટ  મામ કોર્ટમાં વકિલો અને અસિલોને કેસની જાણકારી મળી રહે તે માટે લાખોના ખર્ચ મૂકવામાં આવેલા એલઇડી ડીસ્પ્લે બબ્બે વર્ષ બાદ પણ શરૂ ન થતાં ડિજીટલ ઇન્ડિયા પ્રોજેકટને જામનગર જિલ્લામાં ગ્રહણ લાગ્યાનું ફલિત થઇ રહ્યું છે.

ગુજરાતની હાઇકોર્ટના આદેશ પ્રમાણે જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં એલઇડી ટીવી બેસાડવામાં આવ્યા હતાં. ફીટીંગની  વર્ષ 2017થી શરૂ કરવામાં આવી હતી તેમ છતાં આજે બબ્બે વર્ષ વિત્યા પછી લગાડવામાં આવેલા એલઇડી ટીવી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.

આ પ્રોજેકટ મંજૂર થયો ત્યારથી તમામ કોર્ટની બહાર એલઇડીની ટીવી ફીટ કરવા હતા. આ કામગીરી બે વર્ષ થયા તેમ છતાં ચાલુ થયા નથી કોર્ટ પરિસરમાં અનેક  મૂકાયેલા એલઇડી ટીવી બંધ હાલતમાં જોવા મળે છે, સિવિલ કોર્ટ બિલ્ડીંગ, જિલ્લા ન્યાયાલય, ફાસ્ટટ્રેક કોર્ટ, ફેમીલી કોર્ટ અને અનેક કોર્ટની બહાર મળી કુલ 35થી 40 જેટલા એલઇડી ટીવી હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, આ ઉપરાંત જિલ્લા તાલુકા મથકોમાં લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા સહિતની કોર્ટમાં પણ એલઇડી ટીવી બગાડયા  જે તમામ પણ બંધ હાલતમાં જોવા મળે છે.

વર્ષ 2017ની સાલમાં મંજુર થયેલ કાર્ય વર્ષ 2019 સુધી પૂર્ણ થયું નથી. બબ્બે વર્ષ સુધી કામગીરી ચાલે છે, ચાલે છે, ચાલે છે તેવુ સતાવાર બાર રીતે જવાબો મળે છે. કોઇને કોઇ કારણસર એલઇડી ડિસ્પ્લે બંધ હાલતમાં છે, અનેક વખત કોમ્પ્યુટર વિભાગના  પુછવામાં આવ્યું છે, એલઇડી ડિસ્પ્લે કયારે શરૂ થશે? તેમના દ્વારા મગનું નામ મરી પાડવામાં આવતુ નથી અવાર-નવાર એલઇડી ડિસ્પ્લેના મુદ્દે ટુંક સમયમાં અવાર-નવાર એલઇડી ડિસ્પ્લેના મુદ્દે ટુંક સમયમાં શરૂ થશે તેવા જવાબ અપાય છે, અહિં મુકાયેલા એલઇડી ડિસ્પ્લેમાં કોર્ટની બહાર જ વકિલ, અરજદારને તેના કેસની વિગત દર્શાવવામાં આવે છે,  વિગતો કેસમાં કેસ કયાં તબક્કે અને તારીખ હોય ત્યારે એડવોકેટને ઓનલાઇન પ્રક્રિયા જાણવા કોમ્પ્યુટર રૂમ કે કોર્ટનો સંપર્ક કરવો અનિવાર્ય બને છે, હાઇકોર્ટના આદેશ અનુસાર કામગીરી કરીએ છીએ તેવું રટણ કરવામાં આવે છે કોર્ટ પરિસરની અગત્યની કેસની વિગતો જે તે તારીખે એલઇડી ડિસ્પ્લેમાં દર્શાવાતી હોય તે કામગીરી હાલ ઠપ્પ

જામનગર જિલ્લા કોર્ટમાં લગાવેલા એલઇડી ટીવી બંધ હાલતમાં જોવા મળતા આ કામગીરીમાં માત્ર સરકારના રૂપિયાનો વ્યય થયો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.

કોર્ટ રૂમની બહાર લગાડવામાં આવેલ એક એલઇડીની કિંમત અંદાજીત 25 હજાર મુજબ ગણવામાં આવે તો જામનગર જિલ્લા સાથે સંલગ્ન કોર્ટમાં લાખોના એલઇડી ડિસ્પ્લે લગાડવામાં આવ્યા હતાં.  ધૂળખાતા એલઇડી ડિસ્પ્લે જવાબદારો કયારે શરૂ કરશે, બે વર્ષ થયા છતાં પણ કેબલ કનેકશન નથી અપાયા, તેમાં દર્શાવવામાં આવતાં કેસની વિગતો સહિતની બાબતોનું સંકલન કયારે કરાશે?

હાઇકોર્ટના આદેશ અનુસાર શરૂઆતમાં મસમોટી કામગીરી બતાવવા કોર્ટને અત્યાધુનિક બનાવવા માટે લાખોના રૂપિયાનું આંધણ કરાયું હતું. વકીલોને સવલતો પુરી પાડવી તો દૂર જે  સરકારમાંથી મંજૂર થયા છે, તેને પણ વર્ષો બાદ પુરેપુરો ઉપયોગ કરવા લાયક બનાવી શકયા નથી.

Related posts

દ્વારકા: સિદ્ધનાથ રોડ પરના પુસ્તકાલય પાછળ રાત પડે ને જામતી દારૂની મહેફીલ

Nawanagar Time

જામનગરમાં લગ્નપ્રસંગે દાંડિયારાસમાં માથાભારે શખસે વિઘ્ન નાખતાં બબાલ

Nawanagar Time

હાલાર પરથી જળસંકટને અલવિદા, નાના-મોટા કુલ 19 જળાશયો ઓવરફ્લો

Nawanagar Time

Leave a Comment