Nawanagar Time
ગુજરાત જામનગર

ધુતારપર ગામે ખાનગી શાળામાંથી 20 હજારની રોકડ ચોરી જતા તસ્કરો

tutors-escaping-20000-rupees-from-private-school-in-dhuatarpar-village

જામનગર:-જામનગર તાલુકાના ધુતારપર ગામે આવેલ એક ખાનગી શાળામાં સપ્તાહ પૂર્વે બે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી વીસ હજાર રૂપિયાની રોકડની ચોરી કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

જામનગર નજીકના ધુતારપર ગામે સપ્તાહ પૂર્વે રવિવારે શાળાની ઓફિસમાંથી બે શખ્સોએ રૂપિયા વીસ હજારની રોકડની ચોરી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ખાનગી શાળાના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના ધૂતારપર ગામે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલને કોઈ તસ્કરોએ નિશાન બનાવી હતી. ગત તા 3 જીના રોજ રવિવારે બંધ રહેલ શાળા પરિસરમાં પ્રવેશ કરી બે અજાણ્યા શખ્સોએ

શાળાની ઓફીસમા મેઇન દરવાજાનો નકુચા તથા તાળુ તોડી  અંદર પ્રવેશ કરી,  ઓફિસ અંદર પ્રવેશ કરી કોઇ અજાણ્યા બે ચોર શખ્સોએ ઓફીસ ટેબલ નુ ડ્રોવર નુ તાડુ તોડી ડ્રોવરમા રાખેલ રોકડ રૂપીયા 20,000ની ચોરી કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે શાળાના સંચાલક ભરતભાઇ લક્ષમણભાઇ મોલીયાએ પંચ કોશી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે શાળાના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી બંને શખ્સોની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

Related posts

જી. જી. હોસ્પિટલમાં પેધી ગયેલાઓની જમાવટ: ડીન મજબૂર

Nawanagar Time

જામનગરમાં દર કલાકે બે નવા પૉઝિટીવ: 24 કલાકમાં 50 કેસ

Nawanagar Time

નવી ગ્રાહક એપ: ગ્રાહકોની ફરિયાદોનો 60 દિવસમાં નિવેડો આવશે

Nawanagar Time

Leave a Comment