Nawanagar Time
ગુજરાત જામનગર

પાંચ વર્ષમાં પૂનમબેનની મિલકતોમાં બમણો વધારો

twenty-two-increase-in-poonam-bens-assets-in-five-years

સાંસદ પૂનમબેન પાસે 9 કરોડનો બંગલો અને 34 લાખની ગાડી

જામનગર:-લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે ઉમેદવારી પત્રની સાથે તેમની સ્થાવર જંગમ મિલ્કતોની વિગતો જાહેર કરી હતી જેમાં ગત 2014માં ચૂંટણી લડતી વખતે તેઓએ તેમની પાસે રૂા.11 કરોડની સ્થાવર મિલ્કતો દર્શાવી હતી. જ્યારે વર્ષ 2019માં તેઓની અને તેમના પતિની મિલ્કતોની કિંમતમાં વધારો થતાં પુનમબેને તેમના નામે રૂા.18 કરોડ 91 લાખની  તેમના જીવનસાથીની રૂા.5 કરોડ 33 લાખની સ્થાવર મિલ્કતો દર્શાવી હતી. જેમાં જામનગર શહેર, નવાગામ ઘેડ, દિલ્હીના રહેણાંક મકાન ઉપરાંત ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં આવેલી ખેતીવાડીની જમીન ઉપરાંત અન્ય કોમર્શિયલ બાંધકામોનો સમાવેશ થાય છે.

જામનગર લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે વર્ષ 2014માં ચૂંટણી લડી ત્યારે પૂનમબેન માડમે તેમની સ્થાવર  રૂા.11 કરોડની હોવાનું દર્શાવ્યું હતું. જ્યારે બેંકમાં રોકડ સહિતની જંગમ મિલ્કતો રૂા.3 કરોડ 98 લાખની દર્શાવી હતી તેમના પતિના નામે એ સમયે 2 કરોડ 37 લાખની જંગમ મિલ્કતો સાથે કુલ 6.35 કરોડના આસામી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. અલબત પાંચ વર્ષ બાદ જંગમ મિલ્કતો પણ ડબલ થઇ ગઇ હોય તે  તેમના નામે રૂા.8 કરોડ 6 લાખ જ્યારે તેમના જીવનસાથીના નામે રૂા.6 કરોડ 96 લાખ મળી આજે સોગંદનામામાં રૂા.15 કરોડ લાખની જંગમ મિલ્કત દર્શાવવામાં આવ્યા હતાં. સેવિંગ્ઝના 11 બેંક ખાતામાં લાખો રૂા.ની રકમ ઉપરાંત ફિકસ્ડ ડિપોઝીટ હોવાનું જાહેર કરાયું હતું. જામનગરમાં સ્વસ્તિક સોસાયટીમાં તેઓનું 13950 સ્કવેરફૂટમાં જે રહેણાંક આવેલુ છે  કિંમત રૂા.9 કરોડ 54 લાખ જ્યારે દિલ્હીના નોઇડા ખાતે 4843 સ્કવેર ફુટ જમીન ઉપરના રહેણાંકની કિંમત રૂા.3 કરોડ 20 લાખ અને તેમના પતિના નોઇડા સ્થિત રહેણાંકની કિંમત 5 કરોડ 33 લાખ દર્શાવામાં આવી છે.

મિલ્કતોની સામે તેઓએ બેંક અને ફાયનાન્સ ઇન્સ્ટિટયુટના લેણાં રૂા.5 કરોડ 57 લાખના જ્યારે તેમના જીવનસાથીના  રૂા.2 કરોડ 99 લાખના હોવાનું દર્શાવ્યું હતું. બે જ રીતે પોતાની પાસે રૂા.1 કરોડ 73 લાખની કિંમતનું સોનુ 5 કિલો 554 ગ્રામ હોવાનું અને 41 લાખના હીરા તથા 18 લાખની ચાંદીની આઇટમો હોવાનું જાહેર કર્યુ હતું.

જ્યારે વાહનોમાં રૂા.34 લાખ 41 હજારની ટોયોટો ફોર્ચ્યુન કાર, 11 લાખની કિંમતની બીજી  8 લાખની કિંમતની ત્રીજી એમ ત્રણ ફોરવ્હીલર જ્યારે તેમના પતિ પાસે રૂા.3 લાખ 51 હજારની એક માત્ર કાર હોવાનું જાહેર કર્યુ હતું.

Related posts

કાલાવડ રાજકોટ હાઈવે રોડ પરથી બાઈક પર દેશી તમંચા સાથે નીકળેલા એક શખ્સને એસઓજીએ પકડ્યો

Nawanagar Time

જામનગર લોકસભા બેઠક પર યુવા મતદારો કિંગમેકર બનશે

Nawanagar Time

જામનગરમાં ઉઘરાણી બાબતે યુવાનના ગળા ઉપર અસ્ત્રો ફેરવી દીધો

Nawanagar Time

Leave a Comment