Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના સસ્તા અનાજના વેપારીઓની બે દિવસની હડતાલ

two-day-strike-for-traders-of-halars-cheap-grains

કમિશન વધારો, ઓનલાઇન વેંચાણ સહિતના મુદ્દે તા. 10-11 અનાજ-કેરોસીન વિતરણ બંધ : 21-22 એ ધરણાં

જામનગર:-ફોટો ફિંગર પ્રિન્ટવાળા બારકોડેડ રેશનકાર્ડ અમલમાં આવ્યા બાદ રસકસ વગરના ધંધાર્થી ત્રાહિમામ પોકારી ઉઠયા સસ્તા અનાજના વેપારીઓ દ્વારા કમિશન વધારો ઓનલાઇન વેંચાણ સહિતના મુદ્ે તા. 10-11 ફેબ્રુઆરી રાજય વ્યાપી હડતાલ પાડી જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરી દિધી છે. જેનાં પગલે હાલારમાં 1300 દુકાનદારો હડતાલમાં જોડાતા બે દિવસથી અનાજ કેરોસીન વિતરણ ઠપ્પ થઇ જવા પામ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદીની સૂચનાથી રાજયભરના સસ્તા અનાજના દુકાનદારોએ તા. 10 તથા 11 ના રોજ માલનું વિતરણ ઠપ્પ કરી દઇ કોમ્પ્યુટરમાં લોગઇન પણ  કર્યું નથી. સસ્તા અનાજના વિક્રેતાના જણાવ્યા મુજબ કમિશન વધારો સહિતની માંગણીઓને લઇ લાંબા સમયથી સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે. આમ છતા પ્રશ્ર્નનો ઉકેલ ન આવતાં માસ સીએલ પર ઉતરી જઇ વિરોધ કરવામાં આવી રહયો છે.

વધુમાં સૌરાષ્ટ્ર કચ્છ ફેરપ્રાઇઝ શોપ એસોસીએશનના પ્રમુખ રાજુભાઇ નંદવાણીએ જણાવ્યું હતું કે, તા. 10 અને 11 ફેબ્રુઆરીએ રાજયના તમામ સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા બે દિવસ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. ગઇકાલે જુનાગઢ ખાતે સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખોની બેઠક યોજાઇ હતી. જેમાં જામનગરના અને દેવભુમી દ્વારકાના પ્રમુખ પણ જોડાયા હતાં. અને હાલાર પંથકની 1300 દુકાનોમાં બે દિવસ માટે અનાજ- કેરોસીન વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાને ઓનલાઇન કર્યા બાદ સબસીડાઇઝ કેરોસીનમાં પણ કાપ મુકી દેતાં સસ્તા અનાજના વેપારીઓની આવક પર માઠી અસર થઇ છે. જેને પગલે સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા કમિશન વધારા સહિતની માંગણીને લઇ આંદોલન છેડાયું છે આ આંદોલન અંતર્ગત આગામી તા. 21 અને 22 ના રોજ પ્રતિક ધરણાં યોજનાર હોવાનું પણ સૌરાષ્ટ્ર કચ્છ ફેરપ્રાઇઝ એસોસીએશનના પ્રમુખ રાજુભાઇ નંદવાણીએ અંતમાં જણાવ્યું હતું.

Related posts

જામનગર પોલીસના દિલોદિમાગ પર ‘ઉરી’ છવાઇ

Nawanagar Time

ભાણવડ નગરપાલિકામાં હોદ્દેદારો વચ્ચેની હુંસાતુસીથી પ્રજાના પ્રશ્ર્નો ટલ્લે

Nawanagar Time

શહેરમાં પાણીકાપ દૂર કરવા વિપક્ષી નેતાની માંગ

Nawanagar Time

Leave a Comment