Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સ્વાઇનફલૂથી 12 કલાકમાં બેના મોત

two-die-of-swine-flu-in-jamnagar-in-12-hourstwo-die-of-swine-flu-in-jamnagar-in-12-hours

કલ્યાણપુર અને જામનગર દર્દીઓ સારવારમાં તોડયો દમ: કુલ 15ના મૃત્યુ

જામનગર:-રાજ્ય સહિત જામનગરમાં સ્વાઇન ફલૂના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા 12 કલાકમાં સ્વાઇનફલૂથી બે દર્દીના મોત થતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી  જ્યારે સ્વાઇન ફલૂના વધુ 6 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.

જામનગર સહિત હાલારમાં સ્વાઇનફલૂનો કહેર યથાવત રહ્યો છે. સ્વાઇન ફલૂના જીવલેણ રોગથી 12 કલાકમાં 2 દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગઇકાલે સાંજે 7-30 વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના 28 વર્ષીય યુવાનનું મોત થયું હતું.  આજે સવારે 7-45 વાગ્યે જામનગર શહેરના મેહુલનગર વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવાને સારવાર દરમિયાન દમ તોડયો હતો.

જામનગરમાં જીવલેણ સ્વાઇનફલૂથી અત્યાર સુધીમાં 15 દર્દીના મૃત્યુ થયા છે. હાલ જી.જી. હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના અલાયદા વોર્ડમાં સ્વાઇન ફલૂના 11 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યાં તેઓની તબીબો દ્વારા સઘન સારવાર કરવામાં આવી  છે.

આ ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના 6 શંકાસ્પદ દર્દી દાખલ થતાં હોસ્પિટલ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. તબીબો દ્વારા સ્વાઇનફલૂના તમામ 6 શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે.

જામનગરમાં સ્વાઇન ફલૂ બેકાબુ બન્યો છે. રોગચાળાએ માઝા મુકી છે ત્યારે તંત્ર  નાથવામાં નિષ્ફળ રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં રોજે-રોજ સ્વાઇન ફલૂના દર્દીઓ દાખલ થઇ રહ્યા છે ત્યારે લોકોમાં પણ ચિંતાની લાગણી ફેલાઇ છે. સ્વાઇનફલૂથી બચવા લોકોએ પણ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવુ જોઇએ, બહારથી ઘરે આવી સાબુથી હાથ ધોવા જોઇએ વગેરે જેવી કાળજી રાખવી જરૂરી બની છે.

Related posts

કોર્પોરેશન દ્વારા વ્યવસાય વેરા વ્યાજ માફી યોજના, પ્રમાણપત્ર અપાશે

Nawanagar Time

જામનગરમાં 2.60 લાખની ખાદી ખરીદી ખરા અર્થમાં ગાંધી જયંતીની ઉજવણી

Nawanagar Time

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચવામાં ખેડૂતો નિરસ

Nawanagar Time

Leave a Comment