Nawanagar Time
ગુજરાત

દ્વારકા જિલ્લાના બે લાખ ખેડૂતોએ સરકારની નીતિ સામે બાયો ચડાવી

two-lakh-farmers-of-dwarka-district-bio

વિવિધ પ્રશ્ર્ને કિસાનો દ્વારા આવેદન અપાયું: પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે તો લડત ચલાવાશે

ખંભાળિયા:-ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને થતાં અન્યાય  ઉદ્યોગપતિઓ તરફેની સરકારની નિતી રિતીનો વિરોધ કરી, ખંભાળિયાની જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરતીપુત્રોએ રોષ પ્રદર્ષિત કરી, આવેદનપત્ર પાઠવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભૌગોલિક સ્થિતિએ રાજયનો છેવાડાનો જિલ્લો છે. આ જિલ્લામાં આશરે બે લાખ જેટલા ખેડૂતો વસવાટ કરે છે પરંતુ આ જિલ્લાના કિશાનોને સરકાર દ્વારા મળવાપાત્ર લાભો તથા સુવિધાઓના બદલે  અન્યાય થઇ રહ્યો હોવાનો સુર જિલ્લાના ખેડૂતોમાં ઉઠવા પામ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોની પડતર માંગણીઓ વચ્ચે કેટલીક કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી, તેઓને લાભ અપાઇ રહ્યાનો ગણગણાટ પણ ખેડૂતોમાંથી ઉઠવા પામ્યો છે.

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની વિવિધ માંગણીઓ તથા અન્યાય થઇ રહ્યાંના આક્ષેપો સાથે બુધવારે અહીંના લાલપુર  પણ આવેલા જિલ્લા સેવા સદન ખાતે એકત્ર થઇ, જિલ્લાના ખેડૂતોએ સુત્રોચ્ચાર અને બેનરો સાથે તેમની પડતર માંગણીઓ રજૂ કરતું એક લેખિત આવેદનપત્ર ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસની આગેવાની હેઠળ આપવામાં આવ્યું હતું.

Related posts

જામનગરમાં તાપમાનનો પારો ઊંચકાયો: છ દિવસમાં સાત ડિગ્રીનો વધારો

Nawanagar Time

જામનગર જિલ્લા પંચાયત ચોકમાં શિક્ષકોના ધરણાં

Nawanagar Time

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યની મુલાકાતે હાર્દિક પટેલ

Nawanagar Time

Leave a Comment