Nawanagar Time
ગુજરાત જામનગર

10 એક્સપ્રેસ ટ્રેનમાં બે મહિના એકસ્ટ્રા કોચ

two-month-long-extra-coach-in-10-express-trains

વેકેશનથી વેઇટિંગલિસ્ટ લાંબું : 2 જૂન સુધી વધારાના કોચ સાથે ટ્રેન દોડાવાશે

જામનગર:-સૌરાષ્ટ્રમાં હાલ વેકેશનનો માહોલ છે ત્યારે અહીંથી અન્ય રાજ્યમાં કે શહેરોમાં ફરવા જવાવાળાની સંખ્યા વધી રહી છે અને ટ્રેનમાં વધતી ભીડને ઓછી કરવા માટે સૌરાષ્ટ્ર તરફ આવતી 10 ટ્રેનોમાં  મહિના માટે થ્રી એસી કોચ લગાવવા રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે રાજકોટ ડીવીઝનના ડીઆરએમ પી.બી.નિનાવેએ જણાવ્યું હતું કે પોરબંદર-હાવડામાં તા.3 થી 30 મે, હાવડા-પોરબંદરમાં તા.5 થી તા.1 જુન, જામનગર-બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં તા.3 થી તા.2 જુન બાન્દ્રા-જામનગરમાં તા.2 એપ્રિલથી તા.1 જુન ઓખા-તુતીકોરીનમાં તા.4 થી તા.30  તુતીકોરીન-ઓખામાં તા.7 થી તા.2 જુન, ઓખા-વારાણસીમાં તા.4 એપ્રિલથી તા.30 મે, વારાણસી-ઓખામાં તા.6 થી તા.1 જુન, ઓખા-જયપુરમાં તા.1 એપ્રિલથી તા.27 મે અને જયપુર-ઓખામાં તા.2 એપ્રિલથી તા.28 મે સુધી એકસ્ટ્રા થ્રી એસી કોચ લગાવવામાં આવશે.

તાજેતરમાં જ રેલ્વે વિભાગ દ્વારા ઓખા-રાજકોટ વચ્ચે ઇલેકટ્રોનીકસની કામગીરીના કારણોસર અડજનો એક ટ્રેન રદ કરવામાં આવી  ત્યારે મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેતા યાત્રિકોમાં રાહત જોવા મળી રહી છે.

Related posts

મ્યાંઉં… મહાપાલિકામાં બિલાડીને દૂધના રખોપા !

Nawanagar Time

લઘુમતી સ્કૂલ દ્વારા આરટીઇ કાયદાનો ઉલાળિયો

Nawanagar Time

સાંસદ દ્વારા ગરબીઓમાં લ્હાણી વિતરણ કરાઇ

Nawanagar Time

Leave a Comment