Nawanagar Time
ગુજરાત જામનગર

સારું હાલો જામનગર બે માસનું પાણી આવ્યું…

two-months-water-came

જામનગર:-જામનગર શહેરની જીવાદોરી સમાન ખાલીખમ રહેલા રણજીત સાગર ડેમમાં ગત તા.2 માર્ચથી સૌની યોજના અંતર્ગત અપાતુ થયેલું પાણી આજથી હવે પછી  ન આવે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું છે. યોગાનુયોગ સરકારનો આ નિર્ણય વિશ્ર્વ જળ દિવસ નિમિતે જ લેવાયો છે. સૌની યોજના અંતર્ગત જામનગરને પાણી પુરૂં પાડતાં રણજીતસાગર ડેમમાં પાણી નાંખવા માટે આજી-3થી ઉંડ-1 ડેમના પાણીના સંપમાં પાણી નાંખીને ગંજાવર પાઇપલાઇન મારફતે ડેમથી 10 કિ.મી. દૂર શરૂ થતી ફુલજર નદીના  પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યા બાદ વચ્ચે આવતા ચાર-પાંચ ગામોના 7 જેટલા નાના ચેકડેમો છલકાવીને પાણી રણજીત સાગરમાં પહોંચ્યું હતું. જે બાદ ક્રમશ: ડેમની સપાટી વધતી વધતી 9 ફુટ થયા બાદ એટલે કે, ડેમમાં 158 એમ.સી.એફ.ટી. પાણી ઠલવાયા બાદ ગુરૂવારની મોડી રાત્રીથી પાણીનું પમ્પીંગ બંધ કરી દેવામાં આવ્યું છે.  અંગે ઇજનેરોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આગળની સુચના આવે પછી સંભવત: પાણી છોડવામાં આવે. હાલ જામનગરને બે માસ ચાલે તેટલું પાણી આપી દેવાયું છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા જો કે, થોડા દિવસ પહેલાથી જ પાણીનો દૈનિક 20 એમ.એલ.ડી.ના ધોરણે ઉપાડ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજની તારીખે  સૌની યોજના મારફત આજી-3ની ડાયરેકટ ખીજડીયા પંપ હાઉસ સુધીની લાઇન મારફત 40, નર્મદાની લાઇન મારફત 40, સસોઇની લાઇન મારફત 15 એમએલડી પાણી મેળવવામાં આવે છે.

two-months-water-came
two-months-water-came
two-months-water-came
two-months-water-came
two-months-water-came
two-months-water-came

Related posts

કોરોનાના પાપે પતંગ ઉદ્યોગનું અડધો-અડધી ટર્નઓવર ઘટશે

Nawanagar Time

જામનગરમાં બે નવી અફલાતુન શાળા નિર્માણ પામશે

Nawanagar Time

કચરામાંથી ખાતર બનાવી કમાણી કરતું થયું જામનગર મહાપાલિકાનું તંત્ર

Nawanagar Time

Leave a Comment