Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સ્વાઇન ફલુથી વધુ એકનું મોત: બે શંકાસ્પદ દાખલ

two-more-suspected-cases-of-swine-flu-in-jamnagar

રાજકોટમાં મોખાણાની મહિલાને સ્વાઇનફલુ પોઝીટીવ આવતા દાખલ કરાઇ: અત્યાર સુધીમાં કુલ પમું મોત નોંધાયું

જામનગર:-જામનગરમાં શિયાળાના આગમન સાથે સ્વાઇન ફલુએ પણ શહેર અને જિલ્લામાં પેશકદમી કરી હતી. સ્વાઇન ફલુનો કહેર અટકવાનું નામ લેતો ન હોય તેમ જી.જી. હોસ્પીટલમાં વધુ એક સ્વાઇન ફલુ ગ્રસ્ત પ્રૌઢનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ.જયારે બે દર્દીઓ સ્વાઇનફલુના લક્ષણો દેખાતા શંકાસ્પદ હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ મોખાણાની એક મહિલાને સ્વાઇન ફલુ પોઝીટીવ આવતાં રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. જયારે જામનગરની જીજી હોસ્પિટલમાં હજુ પણ બે સ્વાઇન ફલુ પોઝીટીવ દર્દીઓને આઇશોલેસન વોર્ડમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.

જામનગર સહિત હાલારભરમાં છેલ્લા થોડા સમયથી રોગચાળો વકરી રહયો છે. તેમાં પણ સ્વાઇન ફલુનો કહેર વધી રહ્યો છે. જી.જી.હોસ્પિટલમાં ગત સપ્તાહ દરમિયાન દાખલ થયેલા એક પચાસ વર્ષીય પ્રૌઢના તબીબોએ લોહીના નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલતા તેમને સ્વાઇન ફલુ પોઝીટીવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

આથી સ્વાઇફલુ ગ્રસ્ત પ્રૌઢને આઇશોલેસન વોર્ડમાં ખસેડીને તબીબોએ સધન સારવાર શરૂ કરી હતી જે લગભગ છ દિવસની સારવાર દરમિયાન પ્રૌઢનુ મૃત્યુ નિપજયુ હતું. બીજી બાજુ આજે 38 વર્ષીય મહિલાને તેમજ ધ્રોલ પંથકના 13 વર્ષના બાળકને સ્વાઇન ફલુના લક્ષણો દેખાતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બન્ને દર્દીઓના લોહીના નમુના લઇને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.  આ ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પીટલના ખાસ અલાયદા વોર્ડમાં હાલ સ્વાઇનફલુ ગ્રસ્ત બે દર્દીઓને સધન તબીબી સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તાવ, શરદી સહીતના દર્દીઓમાં વધારો થયો હોય તેમ સરકારી દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળે છે. ત્યારે આરોગ્ય તંત્ર પણ રોગચાળો નાથવા ઉંધે માથે થયું છે.

Related posts

જામનગરમાં હજૂ 108 લોકો કવોરોન્ટાઈન

Nawanagar Time

જામનગરમાં ક્રિકેટના જુગાર અંગે બે સ્થળે દરોડા

Nawanagar Time

જામનગરમાં મોડી રાત્રે યુવાન પર છરીબાજી

Nawanagar Time

Leave a Comment