Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સ્વાઈન ફલુના વધુ બે શંકાસ્પદ કેસ બહાર આવતાં દોડધામ

More swine flu chief secretary of the state Department of Health

જામનગર:-શિયાળાની મોસમમાં ઠંડીએ પણ જોર પકડયું છે ત્યારે સ્વાઈન ફલૂના જીવલેણ રોગએ પણ માથું ઉંચકયું હોય તેમ જામનગરમાં પણ સ્વાઈન ફલૂના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. આજે શહેરની સરકારી જી જી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના બે શંકાસ્દપ દર્દીઓ દાખલ થતાં દોડધામ મચી ગઇ હતી.

જામનગરમાં સ્વાઇન ફલૂના જીવલેણ રોગે ફરી એક વખત માથું ઉંચકયું છે. શહેરમાં તાજેતરમાં જ સ્વાઇન ફલુથી એક સગર્ભા મહિલાનું મોત થયાના સમાચાર સામે આવ્યા હતાં. તેવામાં જી જી હોસ્પિટલમાં આજે ગાંધીનગર વિસ્તારમાં રહેતાં બાવન વર્ષીય આધેડ તેમજ નેવું વર્ષના વૃદ્ધાને સ્વાઈન ફલૂના શંકાસ્પદ લક્ષણો દેખાતાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સ્વાઇન ફલુના એકીસાથે બે શંકાસ્પદ દર્દીઓ દાખલ થતાં ડોકટરોમાં દોડધામ મચી ગઇ હતી. આ બન્ને દર્દીઓના રિપોર્ટ લઇ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે અને બન્ને દર્દીઓના રિપોર્ટ સાંજ સુધીમાં આવે તેવી શક્યતાઓ છે.

Related posts

અમદાવાદમાં પાણીની ટાંકી ધરાશાઈ થયા બાદ શહેરમાં રહેલા ટાકાંની ફિટનેસ સામે સવાલ

Nawanagar Time

જામનગરમાં હજૂ 532 લોકો કવોરોન્ટાઈન હેઠળ

Nawanagar Time

દર્દીઓ કહે છે અહિં પૂછવુ કોને?જી. જી. હોસ્પિટલમાં લોલમલોલ : પૂછપરછ કાઉન્ટર કોઇ કર્મચારી જ નહિં

Nawanagar Time

Leave a Comment