Nawanagar Time
ગુજરાત

ભાટીયા પાસેથી પિસ્તોલ કાર્ટીસ સાથે બે શખ્સોની ધરપકડ

two-persons-arrested-with-pistol-cartes-from-bhatiatwo-persons-arrested-with-pistol-cartes-from-bhatia

પિસ્તોલ વેંચનાર એમ.પી.ના શખ્સનું પણ નામ ખુલ્યું

ખંભાળિયા:-કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી એલસીબી પોલીસે બે શખ્સોને બે હથિયાર તથા પાંચ કાર્ટીસ સાથે ઝડપી લઇ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંઘ્યો છે.

આ અંગેની વિગત મુજબ કલ્યાણપરુ તાલુકાના ભાટીયા ગામે ત્રણ રસ્તા વિસ્તારમાં એલસીબી પોલીસે ચોકકસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ખજુરીયા ગામના મુળ વતની અને હાલ ભાટીયા ગામે રહેતા ભરત ભીમશીભાઇ આંબલીયા નામના 26 વર્ષના આહીર યુવાન તથા જામનગરના રામપર ગામના વતની સુનિલ ભરતભાઇ ડાંગર નામના 24 વર્ષના આહીર યુવાનની અટકાયત કરી ચેકીંગ કરતાં તેઓની પાસેથી રીવોલ્વર, પીસ્ટલ તથા કાર્ટીસ મળી આવ્યા હતાં.
રીવોલ્વર તથા પિસ્ટલ આ શખ્સો દ્વારા વેંચાણ કરવા માટે મઘ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના છગનભાઇ રાઠવા નામના શખ્સ પાસેથી ખરીદવામાં આવ્યા હોવાનું પણ જાહેર થયું છે. આથી પોલીસે રૂા. 10 હજારની કિંમતની રીવોલ્વર રૂા.25 હજારની કિંમતની પિસ્ટલ તથા રૂા.એક હજારની કિંમતના પાંચ કાર્ટીસ મળી કુલ રૂા.36 હજારનો મુદામાલ કબજે લઇ બન્ને શખ્સોની આર્મ્સ એકટ હેઠળ અટકાયત કરી હતી જયારે મઘ્યપ્રદેશના છગનભાઇ રાઠવા સામે પણ ગુનો નોંધી પીએસઆઇ એસ.એન. કરંગીયાને તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ફાયર સેફ્ટિમાં પાસ થવા સ્કૂલ સામે 61 મુદ્દાઓનું પ્રશ્નપત્ર

Nawanagar Time

આયુષ્યમાન-અમૃતમ્ કાર્ડની કામગીરીમાં સર્વર વિલન

Nawanagar Time

પૂનમબેન માડમના હસ્તે ઉમરાળા ગામને ભૂગર્ભસંપ, પાઈપલાઈનની ભેટ

Nawanagar Time

Leave a Comment