Nawanagar Time
સ્પોર્ટસ

નથી જોતા એવા બે પોઇન્ટ :ગાંગુલીનો સચિન સામે વિરોધ

two-points-that-are-not-seen-ganguly-oppose-sachin3

પૂલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન ક્રિકેટને લઇને અનેક લોકોના સ્ટેટમેન્ટ આવ્યા હતા, જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે પણ સ્ટેટમેન્ટ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે ન રમવાથી તેને બે પોઇન્ટ આપવા પાકિસ્તાનની મદદ કરવા જેવું હશે. સચિનનું માનવુ છે કે, ભારતે મેચનો બહિષ્કાર ન કરવો જોઈએ, કારણ કે તેને કારણે પાકિસ્તાનને ફાયદો થશે. સચિને વધુમાં જણાવ્યુ હતુ કે, મને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ ન રમીને તેમને બે અંક અપાવવાથી નફરત થશે, કારણ કે તેને કારણે તેમને મદદ મળશે. વર્લ્ડ કપમાં ભારતે હંમેશાં પાકિસ્તાનને હરાવ્યો છે. આ વખતે તેને હરાવવાનો સમય છે. મને પર્સનલી પાકિસ્તાન વિરુદ્ધ ન રમીને તેમને 2 અંક અપાવી દઈને તેને મદદ કરવાથી મને નફરત થશે.

પરંતુ સચિનના આ સ્ટેટમેન્ટ બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, આગામી વર્લ્ડ કપમાં બે પોઇન્ટ નથી જોતા, પરંતુ ખિતાબ જોતો છે. તેણે કહ્યું હતું કે, સચિન પાકિસ્તાન વિરુદ્ધ બે પોઇન્ટ ઇચ્છે છે, પરંતુ હું વર્લ્ડ કપ ઇચ્છું છું. તમે તેને કોઇપણ રીતે જુઓ.

ગાંગુલીએ હરભજન સિંહના વિચારોનું સમર્થન કરતા કહ્યું હતું, પાકિસ્તાન સાથે કોઇપણ પ્રકારનો ક્રિકેટ સંબંધ ન રાખવો જોઇએ. જો ભારત વર્લ્ડ કપમાં એક મેચ ન રમે તો કોઇ મોટો મુદ્દો નથી.

Related posts

સાનિયા મિર્ઝાની બાયોપિક માટે તૈયારીઓ શરૂ

Nawanagar Time

કોચ ટોમ મૂડી  ચોધાર આંસુએ રડી પડ્યા

Nawanagar Time

તાજાવાલા ટ્રોફીમાં જામનગરનો ભવ્ય વિજય

Nawanagar Time

Leave a Comment