Nawanagar Time
નેશનલ

૫૬ની છાતીનો બદલો,પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ જૈસના બે આંતકી ઠાર

two-terrorists-shot-at-the-mastermind-of-pulwama-attack

સેનાને છૂટો દૌર મળતા જ આંતકવાદીઓ વિરુદ્ધ પગલાં ભરવાનું શરૂ : આખે – આખી બિલ્ડીંગ ઉડાવી દીધી

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ  દિવસમાં 45 જવાન શહીદ થયા છે. ત્યારે આજે પણ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણમાં સેનાને  સફળતા મળી છે. સેનાએ જૈશના કમાન્ડર કામરાન અને રશીદને ઠાર કર્યા છે. સેનાએ એક ઈમારતમાં વિસ્ફોટ કરી બન્ને માસ્ટર માઈન્ડને ઠાર કર્યા છે. આ આદિલ ડારના સહયોગી હતા.

જ્યારે અથડામણમાં મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. જેઓ 55મી રાષ્ટ્રીય રાઇફલના જવાન હતા. અથડામણમાં શહીદ થયેલા જવાનમાં  મેજર ડીએસ  હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાહી અજય કુમાર અને હરિ સિંહનો સમાવેશ થાય છે.

સેનાએ જૈશ-એ- મોહમ્મદના બેથી ત્રણ આતંકીઓ ઘેર્યા હતા. જેમા જૈશનો ટોપ કમાન્ડર કામરાન અને રાશિદને ઘેરવામાં આવ્યો હતો. આ અથડામણ વહેલી સવારે પિંગલિ વિસ્તારમાં અથડામણ થઈ હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે. અથડામણમાં   અને જમ્મુ કાશ્મીર પોલીસે મોરચો સંભાળ્યો અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ  કરી દેવામાં આવી છે.

સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંબંધમાં પૂછપરછ માટે 23 કશ્મીરીઓને ભરડામાં લીધા છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાના અવંતીપુરાના ગૌરીપોરા વિસ્તારમાં હુમલામાં સીઆરપીએફના 40  શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા લેવામાં આવી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સમાચાર એજન્સીના રાઇટર્સે કહ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા 23 લોકો સીધા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલાં છે અથવા તેમને ટેકો આપે છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે એનઆઈએએ શંકાસ્પદોને વિસ્ફોટો  પૂછપરછ કરી હતી. એક સૂત્રે જણાવ્યું હતું કે, તેઓ જૈશ-એ-મોહમ્મદ અને તેના કાશ્મીર ચીફના ટોચના કમાન્ડરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે કાશ્મીરમાં સક્રિય રહેલા જૈશનાં કાર્યકર મોહમ્મદ ઓમરે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવાની યોજના બનાવી હતી તેણે જ હુમલાખોર આદિલનાં મગજને આ હુમલા  તૈયાર કર્યો હતો. સુરક્ષા દળોને શંકા છે કે તે દક્ષિણ કાશ્મીરમાં ક્યાંક છુપાયેલ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓમર પાકિસ્તાનથી કાશ્મીર આવ્યો હતો.

Related posts

આરબીઆઇ પાસે રૂા.9 અબજના સિક્કાનો ભરાવો થઇ પડયો

Nawanagar Time

છત્તીસગઢ ચૂંટણી પરિણામ: કૉંગ્રેસ 50 બેઠકો પર આગળ, ભાજપ 19 બેઠકો પર આગળ

Nawanagar Time

ભારતની આર્થિક સ્થિતિ નબળી: આઈએમએફ

Nawanagar Time

Leave a Comment