Nawanagar Time
ગુજરાત જામનગર

દરેડના બ્રાસપાર્ટના કારખાનામાં આગ ભભૂકતા બે શ્રમિકો ગંભીર

two-workers-seriously-injured-in-the-fire-at-the-brasparts-factory-in-dread

જામનગર:-જામનગરમાં દરેડ જીઆઇડીસીમાં કારખાનામાં આગ લાગતા બે મજૂર ગંભીર રીતે દાઝી જતાં દોડધામ મચી ગઇ હતી.જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા બંને મજૂરને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં.કારખાનામાં ભઠ્ઠીમાં મુસ નાખવાની કામગીરી સમયે બ્લાસ્ટ થતાં આ બનાવ બન્યો હતો. દરેડ જીઆઇડીસી ફેસ-2માં આવેલા શ્રધ્ધા એકટ્રુઝન પ્લાન્ટ નામના બ્રાસપાર્ટના કારખાનામાં  સાંજે ચાર વાગ્યાની આસપાસ ભઠ્ઠીમાં મુસ નાખવાની કામગીરી સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો.આથી ભઠ્ઠીમાંથી ગરમ પ્રવાહી ઉડીને કામ કરતા વિશ્વકર્મા પીસવાડ(ઉ.વ.31) અને કુંદન પાસવાન(ઉ.વ.28) નામના શ્રમિકો પર પડતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતાં.આથી બંને મજૂરોને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં.બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે  ગયો હતો અને એક ગાડીનું ફાયરીંગ કરી આગ બુઝાવી હતી.આગને કારણે સામાન બળી ગયો હતો.

Related posts

ધારાસભ્ય હકુભાને મંત્રીપદ મળે તેવા સંકેતો

Nawanagar Time

જામનગરમાં પટેલ કોલોનીમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા દોડધામ

Nawanagar Time

જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગના વાંકે કોર્પોરેશન બદનામ

Nawanagar Time

Leave a Comment