Nawanagar Time
ગુજરાત જામનગર બિઝનેસ

ઉજાલાના અંધારા: પીજીવીસીએલએ ગ્રાહકને બીલ સાથે LED ચાર્જ ધાબડી દેવાયાનો આક્ષેપ

ujalas-dark-pgvcla-customer-blamed-for-lading-charges-with-bill

જામનગર:-જામનગરમાં એક ગ્રાહકને પીજીવીસીએલ દ્વારા ઉજાલા લેડની કોઇપણ પ્રોડકટ ઉધાર લીધી ન હોવા છતાં તે બીલમાં વસુલ કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે ગ્રાહકે બરોડા સ્થિત પીજીવીસીએલ ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

જામનગરમાં હવાઇ ચોક, પાછળ આવેલા શેઠ ફળી શેરી નં.2માં રહેતા હસુમતી જનકરાય મહેતાએ બરોડા સ્થિત પીજીવીસીએલના ચેરમેનને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ઉજાલા લેડની કોઇપણ પ્રોડકટસ તેમણે ઉધાર લીધેલી ન હોવા છતાં પણ તે બીલમાં ચાર્જ થઇને આવેલી હતી અને રૂા.675 ભરવાના છે. અગાઉના બીલો તપાસતા જૂના અંદાજે દોઢ વર્ષના બીલોમાં પણ ઉજાલા/લેડ ચાર્જ લેવામાં આવ્યો હોવાનું હસુમતી મહેતા નામના ગ્રાહકે આક્ષેપ કર્યો છે. આ અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરી દોષિત સ્ટાફ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્ટાફ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રાહકે પીજીવીસીએલના ચેરમેનને પત્ર પાઠવી માંગ કરી છે.

Related posts

ઘાંચીવાડમાં સાત હજાર ઘરોને સર્વે કરી 30 હજાર જેટલા લોકોની આરોગ્ય ચકાસણી

Nawanagar Time

કોરોનાનો કહેર: જામનગર જિલ્લામાં 48 કલાકમાં પાંચ મોત

Nawanagar Time

જામનગરના બેડી બંદર રોડ ઉપરથી બાળ મજૂરને છોડાવતી શ્રમ આયોગની ટીમ

Nawanagar Time

Leave a Comment