Nawanagar Time
ગુજરાત જામનગર

700 બેડની હોસ્પિટલને આધુનિક બતાવી દર્દીઓને પહેરાવાતાં ઉલ્ટા ચશ્મા

ultra-glasses-worn-by-patients-showing-700-beds-in-modern-hospital

એકસ-રે, સીટી સ્કેન સહિતના સાધનોના અભાવે દર્દીઓને પડતી હાલાકી: નવી હોસ્પિટલથી જૂની બિલ્ડીંગમાં દર્દીઓને સ્ટ્રેચર અને વ્હીલચેરમાં લઇ જવા પડે છે

જામનગર:-જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલના પટાંગણમાં બનાવવામાં આવેલી નવી આધુનિક 700 બેડની હોસ્પિટલમાં એકસ-રે, સોનોગ્રાફી, એમ.આર.આઇ., સીટી સ્કેન  અભાવને કારણે દર્દીઓને જૂની બિલ્ડીંગમાં જવુ પડે છે. કેટલાક દર્દીઓને તો સ્ટ્રેચર અને વ્હીલચેરમાં લઇ જવાતા હોય દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સૌરાષ્ટ્રની નંબર-1 ગણાતી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર સહિતના શહેરોના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે અહીં બધી જ ઓપીડી દર્દીઓથી ફૂલ  મળે છે. તેવામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની આધુનીક કહી શકાય તેવી 700 બેડની નવી હોસ્પિટલ પીએમ રૂમ નજીક બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ દર્દીઓની સારી સારવાર મળી રહે તેવા હેતુ સાથે બનાવવામાં આવી છે પરંતુ હાલના સમયમાં દર્દીઓની પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

કરોડો  ખર્ચે બનાવવામાં આવેલી નવી સરકારી હોસ્પિટલમાં મેડિસીન વોર્ડ કાર્યરત છે. આ ઉપરાંત માનસીક (મેલ/ફિમેલ) વોર્ડ, લેબોરેટરી અને આઇસીયુ પણ છે. પરંતુ અહીં એકસ-રે સોનોગ્રાફી, સીટી સ્કેન, એમ.આર.આઇ. મશીન ન હોવાથી દર્દીઓને જૂની બિલ્ડીંગમાં જવું પડે છે. જૂની બિલ્ડીંગમાં જવા માટે એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે પરંતુ આ એમ્બ્યુલન્સમાં 8થી 10  થાય તો જ લઇ જવામાં આવે છે જેના કારણે જો એક જ દર્દી હોય તો તેને તેના સગાઓ સ્ટ્રેચર કે વ્હીલચેરમાં લઇ જાય છે. આ ઉપરાંત બપોર બાદ કોઇ દર્દીને મોટા ડોકટરની જરૂરીયાત જણાય તો તેઓને પણ જૂના બિલ્ડીંગમાં જવુ પડે છે ત્યારે એકસ-રે, સીટી સ્કેન, સોનોગ્રાફી, એમ.આર.આઇ જેવા  જો નવી હોસ્પિટલમાં મૂકવામાં આવે તો દર્દીઓને રાહત મળી શકે છે. નવી હોસ્પિટલથી જૂની હોસ્પિટલમાં જવા માટે 8-10 દર્દીઓને એક સાથે એમ્બ્યુલન્સમાં લઇ જવા પડે છે. ત્યારે જો કોઇ દર્દીનું ઇન્ફેકશન અન્ય દર્દીને લાગે તેવી શકયતાઓ પણ રહેલી છે.

આમ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી નવી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને  મળવાની સાથે હાલાકી પણ ભોગવવાનો વારો આવ્યો છે. ગરીબ અને મઘ્યમવર્ગના દર્દીઓ આશિર્વાદ સમાન સરકારી હોસ્પિટલમાં રોજના હજ્જારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે આ અંગે હોસ્પિટલ તંત્રના જવાબદારોએ દર્દીઓને નવી હોસ્પિટલમાં પડતી હાલાકી દૂર કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.

Related posts

ધુડશિયા ગામ સંપૂર્ણ સેનિટાઈઝ

Nawanagar Time

ફાકીના બંધાણી ‘આત્મનિર્ભર’ બનતાં પાનવાળા નવરાધૂપ

Nawanagar Time

ચેલામાં સાળા પર બનેવી સહિત ત્રણ શખસનો તલવાર-પાઈપ વડે પ્રહાર

Nawanagar Time

Leave a Comment