Nawanagar Time
ગુજરાત જામનગર

‘નાણા નથી’ની બૂમ વચ્ચે 300 કરોડ વાપરી નાખતી ‘જામ્યુકો’

uncertainty-strike-from-today-on-the-cost-of-health-workers-2

છેલ્લા બે વર્ષમાં જામનગર મહાનગરપાલિકાને રાજય સરકારે 303 કરોડ ફાળવ્યા અને વપરાય પણ ગયા

જામનગર:-છેલ્લા દોઢેક વર્ષથી જામ્યુકોમાં નાણાં નથી, નાણા નથીની બુમો પડે છે તેની સામે વર્ષ 17-18માં રૂા.223 કરોડ અને વર્ષ 18-19માં રૂા.80 કરોડ જામ્યુકોને મળ્યા  અને વપરાયા પણ છે તે વાસ્તવિકતા છે અને રેકર્ડ ઉપર છે. નગરજનોને ભલે કંઇ ઉડીને આંખે વળગે તેવી કોઇ કાયમી અને મજબુત સુવિધા એકલ દોકલ ઓવરબ્રીજ અને એસટીપી (બંધ જેવુ)ને બાદ કરતા નજરે ન ચઢતી હોય પરંતુ દોઢ વર્ષના 300 કરોડ રૂપિયા વપરાઇ ગયા તે પાક્કું છે.

આરોગ્ય, પીવાનું  સ્વચ્છતા, પર્યાવરણ, આગ-અકસ્માત વગેરેમાં બચાવ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પશુ નિયમન, ટ્રાફીક નિયમન, જાહેર મુતરડી, જાજરૂ વગેરે સહિત 18 ફરજીયાત સેવા અને બીજી મરજીયાત સેવા પુરી પાડવાની જવાબદારી જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશનની છે. જે માટે નાણા પાણીની જેમ ખર્ચાતા હોય તેની સામે સેવાઓ ભલે ઉગી ન સરે પરંતુ ખર્ચ તો અવિરત  છે અરે, માત્ર પગાર માટેનો દર મહિને પાંચ કરોડનો જંગી ખર્ચ થાય છે.

ત્યારે છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેશનમાંથી બુમ ઉઠે છે કે ‘નાણાં નથી’ અરે ધણી વખત પગાર કરવાના સાંસા હોય છે અને આખર તારીખોમાં પગાર થાય છે. તો વિકાસ કામ તો કેવી રીતે થાય તેની સામે પાણી સફાઇ,  જેવી અતી આવશ્યક સેવા માટે તો જંગી ખર્ચ થાય તે કેવી રીતે કરી શકાય તે સહેજે પ્રશ્ર્ન થાય કેમ કે મિલ્કત વેર, વોટર ચાર્જ, વ્યવસાય વેરા, વાહનકર વગેરે વસુલાત નિયમીત થતી નથી તો રાજય સરકારમાંથી ખાસ ગ્રાટો પણ મળતી બંધ થયાનું જોરશોરથી બોલાય છે. તેની સામે એક પ્રશ્ર્નના ઉત્તરમાં  વિગત મુજબ સ્વચ્છતા અભિયાન, પદાધિકારી ગ્રાંટ, ઓવરબ્રિજ, આવાસ યોજના, અમૃત યોજના, પે એન્ડ યુઝ ટોયલેટ કેપીટલ કામ, યુડીપી, આઇસીડીએસ વગેરે હેડ માટે મળીને વર્ષ 17-18માં રૂા.223 કરોડ અને 18-19માં અત્યાર સુધી 80 કરોડ રૂપિયા રાજય સરકારે આપ્યા છે.

Related posts

પ્રથમ દિવસે એસટી વિભાગને 31,734 હજારની બોણી

Nawanagar Time

શેરબજારમાં લાખો રૂપિયા હારી જતા જામનગરના વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત

Nawanagar Time

બિનજરૂરી ઘરની બહાર નીકળી કોરોનાને આમંત્રણ આપતાં નાગરિકોને સુધરી જવા જિલ્લા કલેકટરની અપીલ

Nawanagar Time

Leave a Comment