Nawanagar Time
ગુજરાત જામનગર

આરોગ્ય કર્મચારીઓની પડતર પ્રશ્ર્ને આજથી અચોક્કસ મુદ્તની હડતાળ

uncertainty-strike-from-today-on-the-cost-of-health-workers

જામનગર:-જામનગર જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાજેતરમાં તેમના પેન્શન સહિતના મુદ્દે ગાંધીગીરી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. આજથી આરોગ્ય શાખાના કર્મચારીઓ અધૂરી માંગણી સંદર્ભે તા. 15-2-19 થી  9 થી સાંજે 5 વાગ્યા સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતાં ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરમાં આરોગ્ય વિભાગની કામગીરી ઠપ થઇ ગઇ છે. સગર્ભા મહિલાઓ, માતાઓ, બાળકોના રસીકરણ, સામાન્ય દવા વિભાગ સહિતના કાર્યો બંધ હાલતમાં થઇ જતાં ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં  પરેશાનીનો સામનો કરવો પડશે.

આરોગ્ય શાખાના કર્મચારીઓની હડતાલના પગલે આવતીકાલના સંસદ આરોગ્ય મેળામાં પણ માઠી અસરો થવાની સંભાવના વ્યકત કરી છે તેમજ જ્યાં સુધી આરોગ્ય કર્મચારીઓની માંગણી નહિં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવું આરોગ્ય કર્મચારી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

uncertainty-strike-from-today-on-the-cost-of-health-workers
uncertainty-strike-from-today-on-the-cost-of-health-workers
uncertainty-strike-from-today-on-the-cost-of-health-workers
uncertainty-strike-from-today-on-the-cost-of-health-workers
uncertainty-strike-from-today-on-the-cost-of-health-workers
uncertainty-strike-from-today-on-the-cost-of-health-workers

 

Related posts

જામનગરના રર નોટરીની નિમણૂંકો ઘોંચમાં

Nawanagar Time

જામનગરમાં ક્રિકેટ ટીમના સિલેકશનમાં ખેલાડીઓને શહેરના ચક્કર કપાવાતા દેકારો

Nawanagar Time

જામનગરના ઉભરતા કલાકારો હવે વીડિયો ક્લિપ મોકલી કલામહાકુંભમાં ભાગ લઈ શકશે

Nawanagar Time

Leave a Comment