Nawanagar Time
ગુજરાત જામનગર

જિલ્લા પંચાયત આરોગ્ય સપ્તાહ અંતર્ગત 130138 બાળકોની તપાસણી પૂર્ણ.

work-done-in-district-panchayat-is-not-complete

શાળા તપાસણી બાદ નિષ્ણાતો દ્વારા તપાસેલ બાળકોમાંથી આંખના 1327, દાંતના 517, ચામડીના 202, કાન, નાક, ગાળાના 154, અન્ય 297 બાળકોને વધુ તપાસ અર્થે જી. જી. હોસ્પિટલે મોકલાયા

જામનગર:-જિલ્લા પંચાયત ના આરોગ્યવિભાગ દ્વારા શાળાઆરોગ્ય સપ્તાહની ઉજવણી અંતર્ગત ત્રીજા સપ્તાહની કામગીરી પૂર્ણ જહેર કરવામાં આવી છે જેમાં જામનગર અને જિલ્લા ની ટીમને પ્રોગ્રેસ જોવા મળી છે

જામનગર જિલ્લા પંચાયત દ્વારા સરકારી અને ખાનગી શાળા મળી કુલ 186575 બાળકો નોંધાયા હતા જેમાં ત્રીજા તબક્કામાં 130138 બાળકોની તપાસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેમાં 19336 બાળકોને સ્થળ પર તપાસવામાં આવ્યા હતાં, જેમાં 3616 બાળકોને સંદર્ભ સેવા અપાઈ હતી, 210 બાળકોને નિષ્ણાત ડોક્ટટર દ્વારા તપાસવામાં આવ્યા હતાં, આંખના રોગ માં 1327 બાળકો ની નિષ્ણાત ડોક્ટરની ટીમે તપસ્યા હતા, દાંત ના રોગમાં 517, ચામડીના રોગમાં 202, કાન, નાક, ગાળાના, 154, અને અન્ય 297 બાળકોને વધુ ડોકટરી તપાસ માટે રીફર કરવામાં આવ્યા હતાં.

અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કુલ 1952 સંસ્થાની નોંધણી કરવામાં આવી છે જેમાંથી હાલ 1335 સંસ્થામાં આરોગ્ય તપાસની કામગીરી પૂર્ણ થઇ છે, 27874 બાળકોની તબીબી અધિકારીએ તપસ્યા હતા ગ્રામ્ય મથકોમાં 212 ટિમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં 483 માંથી 48 ગામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે 924 આંગણવાડી, 829 પ્રાથમિક શાળા, 187 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાલની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આંગણવાડી દ્વારા આરોગ્ય સપ્તાહ અંતર્ગત વિવિધ રીતે બાલ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાનગી સ્પર્ધા, સ્વચ્છતા, કઠોળની વાનગી, તંદુરસ્ત બાળક જેવી સપર્ધાઓ યોજાઈ હતી આ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

જામનગરમાં જશ્ન: એરફોર્સની બહાદુરીને બિરદાવાઇ

Nawanagar Time

લાલપુર પંથકમાંથી નવ માસમાં 184 સરીસૃપને બચાવી કુદરતના ખોળે મૂકાયા

Nawanagar Time

આઠ-આઠ બિમારી છતાં જામનગરના ભગવતીબેને કોરોનાને હરાવ્યો

Nawanagar Time

Leave a Comment