Nawanagar Time
ગુજરાત જામનગર

સુજલામ્ સુફલામ્ અંતર્ગત જોડિયાના અંબાલા ગામે તળાવ ઉંડુ ઉતારવાનો પ્રારંભ

under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiya

પાણીએ વિકાસ માટેની પ્રથમ શરત છે, વિકાસપથ પર જોડિયાને જોડવા સરકાર તત્પર છે : પૂનમબેન માડમ

જામનગર:-જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના અંબાલા ગામે સુજલામ સુફલામ જળ અભિયાનનો દ્રિતીય તબક્કા અંતર્ગત તળાવને  કરવાના કામનો પ્રારંભ જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવેલ હતો.  ગામડાઓને સમૃદ્ધ કરવા સુજલામ સુફલામ જળ અભિયાન રાજય સરકારે હાથ ધરેલ છે. ગામડા સમૃદ્ધ હશે તો શહેર સમૃદ્ધ થશે અને શહેર સમૃદ્ધ થશે તો રાજય સમૃદ્ધ થશે. ગામડાઓને સમૃદ્ધ કરવાનો વ્યાપક કાર્યક્રમ રાજય સરકારે ગત વર્ષ મે માસમાં  તબક્કા દ્વારા આરંભ કર્યો હતો. જેનો આ વર્ષે સમગ્ર રાજય કક્ષાએ  દ્રિતીય તબક્કો હાથ ધરેલ છે.  આ યોજનામા ચાલુ વર્ષે રાજય સરકારનો ફાળો 50%થી વધારીને 60% કરવામાં આવ્યો છે તેમજ મનરેગા યોજના હેઠળ હયાત તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરાશે નદીઓ, ચેકડેમો, જળાશયોનું ડિસીલ્ટીંગ કરાશે. ચેકડેમો, તળાવોના વેસ્ટવિયર મરામત, નદિપ્રવાહને  ગાંડાબાવળ, ઝાડી, ઝાંખરા દુર કરાશે અને નદિકાંઠે વૃક્ષારોપાણ કરાશે. આ અભિયાનમાં સ્વૈચ્છિક, શૈક્ષણીક, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ , ઉદ્યોગગૃહો, જાહેર સાહસો, એ.પી.એમ.સી. સહિત વિશાળ જનશક્તિના સહયોગ થકી કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે સૌરાષ્ટ્ર પ્રદેશ હંમેશાથી પાણીની અછત સહન કરતો આવ્યો છે જેના કારણે તેના  બાધાઓ આવી હતી પરંતુ આ યોજના દ્વારા સૌરાષ્ટ્રના ખેડુતોની સિંચાઈ લક્ષી પાણીની સમસ્યાનુ નિરાકરણ આવશે અને આ બાબતને ધ્યાને લઈ રાજય સરકાર સુજલામ સુફલામની કામગીરી સફળતાપૂર્વક કરવા માટે તત્પર છે. આજથી શરૂ થતા સુજલામ સુફલામ જળ અભિયાનની સ્થાનીક ક્ષેત્રની વિગત આપતા  પૂનમબેન માડમે વધુમાં કહ્યું હતું કે જોડીયા વિસ્તાર  અછતના કારણે અને આંતર માળખાકીય માર્ગની અપુરતી વ્યવસ્થાના કારણે અન્ય વિસ્તારો કરતા વિકાસમાં પાછળ છે ઉપરાંત સમગ્ર વિસ્તાર કૃષિ પર નભેલો છે ત્યારે જળ સંચયએ આશિર્વાદરૂપ બની શકે છે. આ માટે થનાર ચોમાસાના પાણીને ઝીલવવા જળ સંચયના વિવિધ કામો તૈયારીના ભાગરૂપે હાથ ધરાઇ રહયા છે.

આ પ્રસંગે અન્ય આગેવાનો  મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiya
under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiya
under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiya
under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiya
under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiya
under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiya
under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambunder-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiyaala-of-jodiya
under-the-sujalam-sufalam-the-beginning-of-the-pond-deep-in-the-village-of-ambala-of-jodiya

Related posts

જામનગર શહેર-જિલ્લાના નવા કોંગ્રેસ પ્રમુખ વરાયા

Nawanagar Time

ખંભાળિયાની સરકારી કચેરીઓમાં સપાટો બોલાવતા એસડીએમ ગુરવ દિનેશ

Nawanagar Time

જામનગરમાં જુગારધામ પર દરોડો: 9 શખસોની ધરપકડ

Nawanagar Time

Leave a Comment