Nawanagar Time
ગુજરાત જામનગર

લાલપુરને બાનમાં લેતું ભૂગર્ભ ગટરનું કામ : લોકો ત્રસ્ત

underground-drainage-work-in-lalpur-people-are-disturbedunderground-drainage-work-in-lalpur-people-are-disturbed

ત્રણ-ત્રણ એજન્સીઓની જવાબદારી છતાં ઉભરાતી ગટરોનો પ્રશ્ર્ન ઠેરનો ઠેર

જામનગર:-લાલપુરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામથી નગર બાનમાં લેવાયું હોય તેવો ઘાટ સર્જાયો છે. ભૂગર્ભ ગટરના કામમાં દાખવવામાં આવેલી બેદરકારીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે.

ભૂગર્ભ ગટરના કામમાં ત્રણ-ત્રણ એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી હોવા છતાં  ગટરોનો પશ્ર્ન ઠેરનો ઠેર રહયો છે. ગંદા પાણીનો નિકાલ ન થવાના કારણે લાલપુરમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતી સેવાઇ રહી છે. માટે આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવી ઇચ્છા લાલપુરવાસીઓની છે.

ભૂગર્ભ ગટરના કામો આમ તો થયા એનાથી વધુ વગોવાયા, જામનગર શહેરથી માંડી જિલ્લાની સુધરાઇઓ અને તાલુકા મથકોએ આ  સુવિધા તો જ્યારે થાય ત્યારે પરંતુ ત્રાસમાંથી નાગરીકો હજુ મુકત થયા નથી.

અનેક ઉદાહરણોમાંનુ એક લાલપુરનું પણ એવું જ છે. જ્યાં પ્રોજેકટ અમલીકરણ એજન્સી જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ છે, ક્ધસ્ટ્રકશન કંપની વિમલ કં. અમદાવાદ છે, ટેકનીકલ દેખરેખની જવાબદારી માટે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસ્ટ્રકશન સવજાણી એ એન્ડ ઇક્ધસલ્ટન્ટન રાજકોટ છે અને  પાર્ટી ઇન્સ્પેકશન માટે વાસ્કોલ લી. ગાંધીનગર છે. આમ રૂા. અઢી કરોડથી વધુ ખર્ચ થયા બાદ પણ કનેકશન યોગ્ય ન હોવા, ગટરો છલકાતી હોવાના, ખોદકામના બિહામણા લેવલો હજુ લેવલમાં ન આવ્યાના, ગંદા પાણીના યોગ્ય નિકાલ ન થવા સહિતની અનેક ફરિયાદો એમની એમ જ છે જે માટે ફરિયાદો પણ ઘણી ઉઠી  જેને કોઇને કોઇ પ્રકારે ‘દબાવી’ દેવાઇ હતી.

ખરેખર ગંદાપાણીના ભૂગર્ભ ગટર દ્વારા નિકાલ થવાથી શુદ્ધતા જળવાય, લોકોનું આરોગ્ય સચવાય તેમજ નગર-ગામમાં સુઘડતા-સ્વચ્છતા જળવાય, રોગકારક જંતુ પ્રકોપ ઘરે અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુની યોજના છે જેની સામે વાસ્તવિકતા કંઇક જુદી છે અને અમુક કિસ્સામાં તે ‘ગેરરીતિ’ના પ્રોજેકટ વધુ બની  ચર્ચા છે.

Related posts

વાડીમાંથી 130 બોટલ દારૂ ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાંચ, બેની ધરપકડ

Nawanagar Time

કોરોનાએ ભારે કરી! જામનગરમાં હવે અંતિમ વિધિ માટે પણ ઍપાઈન્ટમેન્ટ ફરજિયાત

Nawanagar Time

કુંભારાણા ઉવાચ! ‘મોટા માથાંના દબાણ દૂર ન થાય..’

Nawanagar Time

Leave a Comment