Nawanagar Time
ગુજરાત જામનગર

એસ્ટેટ વિભાગની વ્હાલા દવલાંની નીતિથી ચકચાર

understanding-the-dearness-of-the-estate-department

બેડી રોડ ઉપર 34 પૈકી બે બાંધકામ હજુ સાબૂત કેમ

જામનગર:-જામનગરમાં ગેરકાયદે બાંધકામ કરનારા માલેતુઝારોને ઉની આંચ પણ નથી આવતી અને ગરીબોના બાંધકામ ગમે ત્યારે તોડી પડાય છે, આનો તાજો પુરાવો ગાંધીનગર ઓવર બ્રીજથી બેડી પોર્ટ સુધીના રસ્તો પહોળો કરવા કપાતમાં  રૂપ બાંધકામોનો છે. ડિમોલિશનના પ્રારંભે 34 નડતરરૂપ બાંધકામો તોડી પાડવામાં આવનાર હોવાનું જાહેર કરાયું હતું, પરંતુ  આ જ રોડ ઉપર બાંધકામો રસ્તામાં આવતા હોવા છતાં હજુ સુધી સાબૂત રહી શક્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર એસ્ટેટ વિભાગની ભ્રસ્ટાચારી નીતિ અંગે એસીબીને ફરિયાદ કરવામાં આવી છે અને 79 બાંધકામોનું લિસ્ટ  સાથે જોડવામાં આવ્યું છે. આ લીસ્ટમાં તાજેતરમાં ડિમોલાઈઝ કરવામાં આવેલા રોડમાં ઉપરના ત્રણ બાંધકામોનો પણ સમાવેશ થાય છે, આ ત્રણ બાંધકામ દૂર કરવા અંગેની 260/2 પ્રમાણેની આખરી નોટિસ પણ આપી દેવામાં આવી હતી, મૂળ તો 24 મીટરનો રસ્તો બનાવવા માટે રોડની બંને બાજુના 34 મકાનો તોડવાના હતા. ચાર દિવસ  પણ ચાલ્યું, પણ માત્ર 32 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.

understanding-the-dearness-of-the-estate-department
understanding-the-dearness-of-the-estate-department

રોડની એક તરફ બાંધકામો તૂટી ગયા, બરોબર એની સામેની સાઈડનું એક બે માળનું કોમર્શિયલ બાંધકામ આજે પણ યથાવત ઉભેલું છે. તોડી પાડવાની આખરી નોટિસ અપાઈ ગયા પછી કોના દબાણથી આ બાંધકામ તોડવામાં નથી આવ્યું ? એસ્ટેટ વિભાગ કોની લાજ  છે ? એસીબીને કરેલી ફરિયાદમાં 79 બાંધકામ તોડી પાડવાની નોટિસ અપાયાની માહિતી ફરિયાદકર્તાએ એસીબીને કરવામાં આવેલી ફરિયાદમાં જોડી છે. આ અંગે અગાઉ જનરલ બોર્ડમાં પૂછાયેલી પ્રશ્નોત્તરીમાં સત્તાવાર જવાબ અપાયેલો છે તમે ટીપીઓ શાખાએ એ જણાવાયું હતું કે ’અમે એસ્ટેટ શાખાને બાંધકામ તોડી પાડવાનો ઓર્ડર કરી દીધો છે’, તો માલેતુઝારો  એસ્ટેટ વિભાગ વહીવટ કરીને તોડપાડ અટકાવે છે ? એવા આક્ષેપો થઇ રહ્યા છે. દિગ્જય પ્લોટ 49ની જેમ જ આ એસીબી પાસે પહોંચેલી ફરિયાદમાં આપવામાં આવેલા લિસ્ટ પૈકી 79 બાંધકામમાં ’તોડપાણી’ કરી લઈને દબાણ દૂર નથી કરતા, એવી ચર્ચાએ કોર્પોરેશન કેમ્પસમાં જોર પકડ્યું છે.

 

Related posts

જામનગર: વિદેશી શીપના 13 ક્રુ મૅમ્બર્સ કોરોના શંકાસ્પદ

Nawanagar Time

ખાનગી બેંકમાં નાણાં મૂકી જેએમસીને ડૂબાડવાનો ખેલ

Nawanagar Time

જામનગરમાં દૈનિક પાણી વિતરણના મામલે ‘આપ’ દ્વારા આવેદન

Nawanagar Time

Leave a Comment