Nawanagar Time
જામનગર ધાર્મિક

જોડિયામાં 28 વર્ષથી ચાલતા રામ ચરિત માનસના અખંડ પાઠ

જામનગર: જામનગર સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી 24 કલાક ચાલતી રામધુન ગીનીસ બુકમાં સ્થાન મેળવ્યુ છે ત્યારે જોડિયાના ગીતા વિદ્યાલય ખાતે ‘રામ ચરિત માનસ’ના અખંડ પાઠને 28 વર્ષ પુર્ણ કરીને વિશ્ર્વ શાંતિ માટે હોમાત્મક યજ્ઞ સાથે 29 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

જોડિયામાં શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ સંચાલિત ગીતા વિદ્યાલયના સંસ્થાપક વિરાગમુનીની પ્રેરણા તથા પૂ. મોરારિબાપુના શુભાષિશથી સંસ્થાના પટાંગણમાં તા.27.1.73થી નિરંતર શ્રીરામ ચરિત માનસના અખંડ પાઠ માનસ મંદિરમાં ચાલી રહ્યો છે.

આ અખંડ પાઠનો 28 વર્ષમાં પૂર્ણ થઇને ગઇકાલે 29મો અખંડ પાઠનો મંગળ પ્રવેશ થશે આજથી શ્રીરામ ચરિત્ર માનસનો ચોપાઇ રૂપે હોમાત્મક યજ્ઞનો પ્રારંભ થયેલ ગઇકાલે પૂણાહુતિ થશે હોમાત્મક યજ્ઞમાં ગીતા વિદ્યાલયના બાળકો તથા ગામના ભાવિકો યજ્ઞનો લાભ લઇ રહ્યા છે. શ્રીહનુમાન મહારાજ સમક્ષ અખંડ પાઠનો અખંડ દિવા સામે શ્રીરામ ચરિત માનસ અખંડના પાઠ નિરંતર 365 દિવસ જોડિયાના રામભકતો પઠન કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટી વિનુભાઇ ચંદારાણા તથા વિનુભાઇ કાનાણીના માર્ગદર્શનમાં ગીતા પરિવારના સેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

જામનગરમાં પસાર થતી સાત અપ-ડાઉન ટ્રેનમાં કાયમી ધોરણે વધારાનો કોચ જોડાશે

Nawanagar Time

“શ્રી રામ જય રામ જય જય રામ” રામધૂનને 20 હજાર દિવસો પૂર્ણ

Nawanagar Time

જામનગર ના સાસંદ પૂનમબેન માડમ ના પુત્રી શિવાની નું દુઃખદ અવસાન

Nawanagar Time