Nawanagar Time
ગુજરાત

અનોખી શ્રદ્ધા: એક-એક રૂપિયો ભેગો કરી ભિક્ષુકે દ્વારકાધીશને ધ્વજા ચઢાવી

unique-faith-beggar-hoisted-the-dwarkadhish-by-collecting-one-one-rupee

દ્વારકા:-યાત્રાધામ દ્વારકામાં એક-એક રૂપિયો ભેગો કરી સતત ત્રીજી વખત દ્વારકાધીશને ધ્વજા ચઢાવી અનોખી આરાધનાનું ઉદાહરણ પ્રસ્તૂત કર્યું છે.

દ્વારકાધીશના જગતમંદિરના શિખર ઉપર ધ્વજારોહણનો મહિમા દિન-પ્રતિદિન વધતું જાય છે. નેતા, અભિનેતા, રાજકારણીઓ  કે પછી ઉદ્યોગપતિઓ દરેકની મનોકામના હોય છે. ભગવાન દ્વારકાધીશના મંદિર પર ધ્વજારોહણ કરવામાં સામાન્ય માણસ કેમ પાછળ રહે? દ્વારકામાં રહીને સતત 20-25 વર્ષથી ભિક્ષાવૃત્તિ કરતાં એક ભિક્ષુકે એક-એક રૂપિયો ભેગો કરીને તેમની મનોકામના પૂરી કરવા સતત ત્રીજી વખત ધ્વજા ચઢાવી હતી. આ તકે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું

આમ, આ ભિક્ષુકે જગતમંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરી પૂણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવી હતી.

Related posts

ગુજરાતનું કયું શહેર છે સૌથી ઠંડુ ? જાણો કેવું રહેશે વર્ષના અંતે હવામાન ?

Nawanagar Time

ઓગસ્ટના અંત સુધી બધા તહેવારોની ઉજવણી રદ્દ કરવી જોઈએ : રૂપાણી

Nawanagar Time

રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને સ્વાઈન ફલૂ

Nawanagar Time

Leave a Comment