Nawanagar Time
ગુજરાત જામનગર

પટેલ કોલોનીમાં અજાણ્યા શખ્સે લગ્ન મંડપમાં આગ ચાંપી

unknown-person-in-the-colony-colony-set-fire-to-a-marriage-tent

ગઈકાલે મધ્યરાત્રિનો બનાવ: નવીવાસના રહેણાંક મકાનમાં આગ લાગી

જામનગર :-જામનગર શહેરના પટેલ કોલોની 6 માં આવેલ પી એન્ડ ટી કોલોનીમાં ગત્ મધ્યરાત્રિના કોઈ અજાણ્યા શખસે લગ્નમંડપને સળગાવી દેતાં ફાયર બ્રિગેડને દોડવું પડ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ, જામનગર શહેરમાં ગઈકાલે મધ્યરાત્રિના પટેલ કોલોની શેરી નં.6 માં આવેલી પી એન્ડ ટી કોલોની વિસ્તારમાં એક સદ્ગૃહસ્થના આંગણે લગ્નપ્રસંગ લેવાયો હોય,  બહાર લગ્નમંડપનો સામાન પડ્યો હતો. જેમાં કોઈ અજાણ્યા શખસે આગ ચાંપી દેતાં પરિવારમાં દોડધામ મચી હતી. ઘટના અંગે ફાયરને જાણ કરતાં ફાયર સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ આગ કાબૂમાં લીધી હતી.

આગના બીજા બનાવમાં શહેરના બેડી ગેઈટ નજીક આવેલ નવીવાસ વિસ્તારના રહેણાંક મકાનમાં ગત્ સાંજે આગ લાગી હતી. જો  ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ આજુબાજુના રહેવાસીઓએ આગને કાબૂમાં લીધી હતી.

દરમિયાન પીએન્ડ ટી કોલોનીમાં અજાણ્યા ઈસમે લગ્ન મંડપમાં આગ લગાડતાં આ મુદ્દે અનેક તર્ક વિતર્કો વચ્ચે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

unknown-person-in-the-colony-colony-set-fire-to-a-marriage-tent
unknown-person-in-the-colony-colony-set-fire-to-a-marriage-tent
unknown-person-in-the-colony-colony-set-fire-to-a-marriage-tent
unknown-person-in-the-colony-colony-set-fire-to-a-marriage-tent
unknown-person-in-the-colony-colony-set-fire-to-a-marriage-tent
unknown-person-in-the-colony-colony-set-fire-to-a-marriage-tent

Related posts

કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અદ્ભૂત નઝારો નિહાળતા જામનગરીઓ

Nawanagar Time

હવે જામનગરમાં એક ફોનથી મળશે ઘરબેઠા આરોગ્ય સુવિધા

Nawanagar Time

હકુભા જાડેજાએ ગ્રાન્ટ વાપરવામાં આર.સી. ફળદુને આપી પછડાટ

Nawanagar Time

Leave a Comment