Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં અનિયમિત્ત હોમગાર્ડઝ ખુલાસો આપો નયતર છૂટા કરાશે

unmanned-homewards-will-be-released-in-jamnagar

નવા ભરતી થયેલા હોમગાર્ડઝ સભ્યોને જરૂરી ડોકયુમેન્ટ જમા કરાવવા અનુરોધ

જામનગર:-જામનગર શહેર હોમગાર્ડઝમાં ફરજ બજાવતા હોમગાર્ડજ ભાઇ-બહેનોને ઓફીસર કમાન્ડીંગ આર.એમ. પાણખાણીયાની યાદીમાં જણાવાયું છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા ફરજમાં 100 ટકા હોમગાર્ડઝ ભાઇ-બેહનો ફાળવવાના હોય, છેલ્લા ઘણા સમયથી અનિયમીત રહેતા હોમગાર્ડઝ જવાનો હોમગાર્ડઝદળમાં સેવા આપવા માંગતા હોય તો તાત્કાલીક ઓફીસ કમાન્ડીંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ઉપસ્થિત થઇ અનિયમિત રહેવા સળવતો ખુલાસો રજૂ કરી જવા તમામને સૂચના આપવામાં આવી છે. જો આમ કરવામાં કશુર થશે, હોમગાર્ડઝ એકટની કલમ મુજબ તાત્કાલીક છુટા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દરમ્યાન જામનગર શહેર યુનિટમાં ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી મેડીકલ ફીટનેસ મેળવનાર તથા પંજાબ નેશનલ બેન્કમાં સેલેરી એકાઉન્ટ ખોલાવી લીધેલ હોય તેવા નવા હોમગાર્ડઝ સભ્યોને જણાવવાનું કે, સેલેરી એકાઉન્ટ પાસબૂકની ઝેરોક્ષ નકલ સાથે તા. 05-03-2019ના રોજ સાંજે 7-00 કલાકે હોમગાર્ડઝ શહેર યુનિટ કચેરી, લાલ બંગલા સર્કલ, જામનગરમાં હાજર રહેવા આર એમ પાણખાણિયા (કમાન્ડીંગ ઓફિસર હોમગાર્ડઝ)ની યાદી જણાવે છે.

Related posts

ભાજપના વિજય વિશ્ર્વાસ સંમેલનમાં ઓશવાળ મેદાન ટૂંકુ પડ્યું

Nawanagar Time

જામનગર શહેરમાં 63 હજાર મતદાર વધ્યાં: કાલે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ

Nawanagar Time

જામનગરમાં કોરોનાનો ફરી તરખાટ: 24 કલાકમાં 4 મોત

Nawanagar Time

Leave a Comment