Nawanagar Time
ગુજરાત જામનગર

ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા મ્યુ.કમિશ્નરને શહેરી વિકાસ મંત્રાલયનો આદેશ

urban-development-ministry-orders-m-commissioner-to-investigate-corruption-in-underground-sewerage-work

જામનગર:-જામનગરમાં ગઢની રાંગ બહારના વિસ્તારમાં  પાઇપ-ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદોના પગલે મ્યુ.કમિશ્નરને તપાસ કરવા શહેરી વિકાસ મંત્રાલયે આદેશ કરતાં સોંપો પડી ગયો છે.

મળતી વિગતો મુજબ  ગઢની રાંગના બહાર વિસ્તારમાં ગટર પાઇપના કામમાં લોટ-પાણીને લાકડા જેવી સ્થિતી સર્જાઇ છે. આ કોન્ટ્રાકટ પી.સી. સ્નેહલ કંપનીને આપવામાં આવે છે. મહાનગર પાલિકાના સતાધિશોએ જયાં રહેણાંક નથી ત્યાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી દીધું છે ! બીજી તરફ બિલ્ડરોને ફાયદો કરાવવા મહાપાલિકાના અધિકારીઓએ ગુજરાત અર્બન ડેવલોપ્મેન્ટ મિશન પાસેથી ખોટા  સર્વે કરાવ્યા હોવાનો આક્ષેપ પણ થયો છે. 50 વર્ષથી જયાં રહેણાંક છે ત્યાં ભૂગર્ભ ગટર ઉભી કરવામાં અધિકારીઓને રસ નથી પરંતુ કૌભાંડ આચરી પી.સી. સ્નેહલ કંપનીને 8 કરોડ જેટલી માતબર રકમ ગેરકાયદે ચૂકવી દેવાઇ હોવાનો આક્ષેપ થયો હતો.

વધુમાં કોન્ટ્રાકટર  અને અધિકારીઓની આ મિલીભગતનું ભોપાળુ છતું થઇ ગયું હોવાથી  સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. અંતે હવે શહેરી વિકાસ મંત્રાલયે જામનગર મહાનગર પાલિકાના કમિશ્નરને ગઢની રાંગ બહારના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારની વિજીલન્સ તપાસ કરવાનો આદેશ આપ્યો છે આ તપાસ યોગ્ય રીતે થાય તો મસમોટુ ભોપાળું બહાર આવવાની શકયતા છે.

Related posts

જામનગરમાં ‘કમ્પ્લીશન’ બાદ ‘બાંધકામ’ના કારસા!

Nawanagar Time

તહેવાર ટાંકણે જ જૈન વિજય ફરસાણ માર્ટ સહિત 13 સ્થળોએ દરોડા

Nawanagar Time

ચૂંટણી તાલીમમાં ગેરહાજર 45 કર્મચારીઓને નોટિસ ફટકારાઇ

Nawanagar Time

Leave a Comment