Nawanagar Time
ઇન્ટરનેશનલ

ભારત ની સાથે અમેરિકા અને બીજા ઘણા દેશો..એરસ્ટ્રાઈકને અમેરિકાનો ટેકો..

us-support-for-airstrick

નવી દિલ્હી:-પુલવામા આતંકી હુમલા બાદ દુનિયાભરમાં ઘેરાયેલા પાકિસ્તાનની ફરી એક વખત ફજેતી થઇ રહી છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઇક કર્યા બાદ અમેરિકાએ ફરી  પાકિસ્તાનને ખખડાવ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પાકિસ્તાનને તેની જમીન પર પોષી રહેલ આતંકીઓની વિરૂદ્ધ તરત કાર્યવાહી કરવી જોઇએ. અમેરિકન વિદેશ મંત્રાલયની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતની તરફથી લેવામાં આવેલા એકશન બાદ વિદેશ મંત્રી માઇક પોમ્પિયો એ ભારત  પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી. તેમણે બંનેને અપીલ કરી કે ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખો.

અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનને તેની જમીન પર ચાલી રહેલા આતંકી કેમ્પોને તરત ખત્મ કરવા જોઇએ. અમેરિકા એ અપીલ કરી છે કે બંને દેશ કોઇપણ રીતે સૈન્ય કાર્યવાહી ના કરે અને શાંતિ રાખે.

Related posts

259 વર્ષ પહેલા બનાવાયેલું ઘર 7.06 કરોડના ખર્ચે 80 કિલોમીટર દૂર ખસેડાયું

Nawanagar Time

પાકિસ્તાનના કેપ્ટનનું બેટ પૂણે ક્રિકેટ મ્યૂઝિયમે રૂા.10 લાખમાં ખરીદ્યું

Nawanagar Time

પાકિસ્તાન દેવાળુ ફૂંકવાને આરે

Nawanagar Time

Leave a Comment