Nawanagar Time
ઇન્ટરનેશનલ

પુલવામા આતંક હુમલા બાદ અમેરિકાની પાક.ને ચેતવણી

us-warns-pakistan-after-terror-attack-in-pulwama

નવી દિલ્હી:-પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં તેમની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે.  સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરીને આને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનથી પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે, પાકિસ્તન તુરંત તેમની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરે. તેઓ માત્ર વિસ્તારમાં હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપી  છે. બીજી બાજુ અમેરિકન વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં પાકિસ્તાનનું નામ લઈને કહ્યું છે કે, દરેક દેશે આતંક વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ અંર્તગત તેમની જવાબદારી સમજવી પડશે અને આતંકીઓને આસરો આપવાનું બંધ કરવું પડશે. અમે આતંકવાદનો મુકાબલો કરવા દરેક સ્થિતિમાં ભારત સાથે ઉભા છીએ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવામાં  પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ સંગઠન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના છે.

Related posts

બકવાસ છે ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમ: માઇકલ હોલ્ડિંગ

Nawanagar Time

રજનીકાંતનો બેયર ગ્રિલ્સ સાથેનો શો આવતા મહિને થશે રીલીઝ

Nawanagar Time

ભારત સામે વનડે સિરીઝ માટે દ.આફ્રિકાની ટીમ જાહેર:ડુપ્લેસીસની વાપસી

Nawanagar Time

Leave a Comment