Nawanagar Time
સ્વાદ પકવાન

ફાસ્ટફૂડ અથવાતો ઉપવાસમાં ઉપયોગમાં લો આ સાબુદાણાના વડા

use-fastfood-or-fast-in-this-fasting-bowl

જરૂરી સામગ્રી

  • 1/2 કપ સાબુદાણા
  • 1/2 કપ બાફીને મેશ કરેલા બટાકા
  • 1/2 કપ શેકેલી શીંગનો ભૂકો -અધકચરો
  • 1/4 કપ છીણેલું નાળીયેર
  • 2 થી 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં
  • 1 ચમચી ખાંડ
  • 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
  • 1 ટેબલસ્પૂન તલને પલાળી રાખો
  • 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • 1 ટેબલસ્પૂન જીરું પાવડર
  • સિંધવ મીઠું સ્વાદાનુસાર
  • તેલ

બનાવવાની રીત

સૌપ્રથમ સાબુદાણાને ધોઈને 3 થી 4 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાં બાફીને મેશ કરેલા બટાકાં ઉમેરો. હવે તેમાં શેકેલી શીંગ, છીણેલું નાળીયેર, જીરું પાવડર, લીલા મરચા, સિંધવ, લીંબુનો રસ, ખાંડ, તલ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો. સ્વાદ પ્રમાણે સિંધવ ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે તેની નાની નાની પેટીસ વાળો. તેને નોનસ્ટિક તવા પર થોડું તેલ મુકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો. તેને કોથમીરની ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Related posts

બસ ચંદ મીનીટો માંજ તૈયાર થય જશે આ વેજીટેબલ બ્રેડ ઇડલી

Nawanagar Time

ધરેજ જલજીરા મસાલો બનાવી માણો જલજીરા શરબતની મોજ…

Nawanagar Time

મધર્સ ડે સ્પેશ્યલ રેસિપીઃ ઘરે જ બનાવો ગરમી માં ઠંડક આપતી મેંગો મટકા કુલ્ફી

Nawanagar Time

Leave a Comment