Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા: ઐતિહાસિક સોમયજ્ઞમાં વૈષ્ણવો ઉમટી પડયા

vaishnavya-has-come-up-in-historical-somayvya

ખંભાળિયા:-ખંભાળિયાની મહાપ્રભુજીની બેઠકજી પાસે અહિંના ધરમપુર વિસ્તારમાં અહિંના વૈષ્ણવો દ્વારા તૈયાર કરવામાં આવેલા હજારો ફુટની જગ્યામાં ‘વલ્લભાચાર્ય નગર’ ખાતે વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં હંમેશ ધર્માચાર્યો દ્વારા યજ્ઞો સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા

આ સોમયજ્ઞના પ્રારંભની પૂર્વ સંધ્યાએ કળશ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કળશયાત્રા અહિંની મહાપ્રભુજી બેઠકજીએથી શરૂ થઇ, વાજતે-ગાજતે સોમયજ્ઞના સ્થળે પહોંચી હતી જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવ બહેનો કેશરી  સાડી તથા ભાઇઓ કેશરી વસ્ત્રો સાથે પરંપરાગત પરિધાન કરી જોડાયા હતાં.

સોમયજ્ઞના સ્થળે ધરમપુર વિસ્તારની નવ વીઘા જેટલી જગ્યા  11 હજાર ચોરસફુટના વિશાળ અને આકર્ષક ડોમમાં આ યજ્ઞનો પ્રારંભ કરાયો છે જેમાં સોમયજ્ઞના પાંચ કુંડ તથા વિષ્ણુ ગોપાલ યજ્ઞના બાર કુંડ મળી નાના-મોટા કુલ સતર યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વૈષ્ણવાચાર્ય વૃજોત્સવ બાવાજીની ખાસ ઉપસ્થિતીમાં ધર્માચાર્યો દ્વારા યજ્ઞના કાર્યક્રમ યોજાયા છે જેમાં દરરોજ અલગ અલગ વૈષ્ણવ ભાઇઓ-બહેનો  યજ્ઞનો લાભ લઇ રહ્યાં છે.

ખંભાળિયાના આંગણે સૌ પ્રથમ વખત યોજાયેલા આ સોમયજ્ઞ મહોત્સવના સુચારૂ આયોજન માટે વિરાટ સોમયજ્ઞ મહોત્સવ સમિતિ તથા અહીંના વૈષ્ણવ સેવા સમાજના કાર્યકરો વૈષ્ણવો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Related posts

અલ્પેશ કથિરિયાને કાયમી જામીન અપાવવા સારામાં સારો વકીલ રાખશું :હાર્દિક

Nawanagar Time

ભાણવડ પાલિકાના કારોબારી ચેરમેનના રાજીનામાનું નાટક

Nawanagar Time

જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસ જીતશે કે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવાર ?

Nawanagar Time

Leave a Comment