Nawanagar Time
સ્પોર્ટસ

વજુભાઇ વાળાએ રાજભવનમાં સૌરાષ્ટ્રની ટીમને સત્કારી

સૌરાષ્ટ્રની રણજી ટીમને સોને પે સુહાગા જેવા સંયોગ માણવા મળ્યા છે. આ યશસ્વી ટીમને કર્ણાટકની રાજધાની બેંગલુરૂના રાજભવન ખાતે નિમંત્રીને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ સન્માનિત કરી હતી તથા તેના માનમાં ખાસ ડીનર પણ રાખ્યું હતું.

ગઇકાલે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ સૌરાષ્ટ્ર રણજી ટીમને રાજભવન ખાતે નિમંત્રણ આપ્યું હતું. ટીમ મેમ્બર્સે ત્યાં તેમની સાથે યાદગાર ક્ષણો ગાળી હતી. સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ, ચેતેશ્ર્વર પુજારા, શેલ્ડન જેકસન, હાર્વિક દેસાઇ, સ્નેહ પટેલ, અર્પિત વસાવડા, કમલેશ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચીરાગ જાની, પ્રેરક માંકડ, ચેતન સાકરીયા, અવિ બારોટ, કિશન પરમાર, વંદિત જીવરાજાની, હાર્દિક રાઠોડ, હેડ કોચ સિતાંશુ કોટક, મેન્ટર અને પૂર્વ કપ્તાન જયદેવ શાહ, ટીમ ફિઝીયો અભિષેક ઠાકર અને આસિસ્ટન્ટ કોચ નિરજ ઓડેદરા હાજર રહ્યા હતા.

vajubhai-vaala-sujshari-in-saurashtra-team-in-raj-bhavan
vajubhai-vaala-sujshari-in-saurashtra-team-in-raj-bhavan

વજુભાઇ વાળાએ સૌરાષ્ટ્ર રણજી ટીમના હાલની રણજી ટ્રોફી ઉપરાંત છેલ્લા દશક દરમિયાન વિજય હઝારે ટ્રોફી સહિતની અન્ય ડોમેસ્ટીક ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને બીરદાવ્યું હતું. ટીમ સૌરાષ્ટ્ર તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને સૌરાષ્ટ્ર રણજી ટીમના આ સત્કાર-સન્માન બદલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનો આભાર વ્યકત કર્યો હતો.કર્ણાટક રાજભવનમાં સૌરાષ્ટ્ર રણજી ટીમ માટે ડીનર પણ રાખવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ર018-19 ની રણજી ટ્રોફી ટુર્નામેન્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર ટીમ ઉતર પ્રદેશ સામે કવાર્ટર ફાયનલમાં રેકોર્ડ બ્રેકીંગ વિજય મેળવીને સેમી ફાયનલમાં પ્રવેશી ચુકી છે. કવાર્ટર ફાયનલમાં 37ર રનનો હાઇએસ્ટ ચેઝીંગ સ્કોર વટાવીને વિજેતા બનવાનો કીર્તીમાન સૌરાષ્ટ્રને મળ્યો છે. હવે 24 જાન્યુ.થી બેંગ્લુરુ ખાતે કર્ણાટક ટીમ સામે સૌરાષ્ટ્ર સેમી ફાઇનલ મેચ રમશે. આ મેચ માટે કર્ણાટક પહોચેલી સૌરાષ્ટ્ર ટીમને રાજભવનમાં સત્કાર અપાયો હતો.

 

3 Attachments

 

 

 

Related posts

BCCIએ નક્કી કરી કોચની ઉંમર, આવી કડક છે શરતો

Nawanagar Time

રોનાલ્ડોને પછાડી મેસીનો નવો રેકોર્ડ : લગાવી 35મી હેટ્રીક

Nawanagar Time

ટ્વિટર પર કોહલી-ધોનીની દોસ્તીનો અનોખો રેકોર્ડ

Nawanagar Time

Leave a Comment