Nawanagar Time
ખાસ મુલાકાત ગુજરાત જામનગર

‘મોટા સંગઠ્ઠન’નો બહુ ‘નાનો કાર્યકર’: વરૂણ પટેલ

111-farmers-will-be-nominated-for-modi

આંદોલન અને રાજનીતિ બન્ને અલગ-અલગ વિષય છે: રાજનીતિ માટે યોગ્ય સમય અને ધીરજ જરૂરી,

પૂર્વ ‘પાસ’ નેતા અને હાલ ભાજપ સાથે જોડાયેલા વરૂણ પટેલે ‘નવાનગર ટાઈમ’ સાથે દિલ ખોલીને વાતો કરી.

જામનગર:-પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને હાલમાં ભાજપ સાથે જોડાયેલા વરૂણ પટેલ પોતાના પરિવાર સાથે સિદસર ઉમિયાધામની મુલાકાતે આવતાં ‘નવાનગર ટાઈમ’ની ખાસ મુલાકાત લીધી હતી અને કલાકો સુધી ખૂલ્લા મને આંદોલન અને રાજનીતિની ચર્ચા કરી હતી. આગામી ચૂંટણી અને પોતાની કારકિર્દી અંગે વરૂણ પટેલે ખૂલ્લા મને જણાવ્યું હતું કે, પહેલાં હું નાના સંગઠ્ઠનનો મોટો નેતા હતો, પરંતુ હવે બહુ મોટા સંગઠ્ઠનનો બહુ નાનો કાર્યકર હોવાનું જણાવી ભારતીય જનતા પક્ષ આગામી લોકસભા ચૂંટણીમાં વિજયી બનશે અને લોકસભા ચૂંટણીમાં બ્રાન્ડ મોદી સિવાય ઑપ્શન નહીં હોવાનું વિશ્ર્વાસભેર જણાવ્યું હતું.

‘પાસ’ના પૂર્વ નેતા અને હવે ભાજપના વફાદાર સૈનિક તરીકે જેમની ગણના થાય છે તેવા વરૂણ  પોતાના પરિવાર સાથે માં ઉમિયાધામ (સિદસર)ની મુલાકાતે આવ્યા છે. ત્રણે’ક દિવસની આ પરિવાર સાથેની ધાર્મિક યાત્રા દરમિયાન શનિવારે તેઓ ‘નવાનગર ટાઈમ’ (જામનગર)ની ખાસ મુલાકાતે આવ્યા હતાં. આ તકે તેઓએ અનામત આંદોલન અને વર્તમાન સમયની રાજનીતિ અંગે ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી હતી. જો કે, વરૂણ પટેલે રાજનીતિ માટે ધીરજ ધરવી પડે  સ્પષ્ટપણે જણાવી સમાજ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોવાનું દોહરાવ્યું હતું.

હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણી ગાજી રહી છે તેવા સમયે જ વરૂણ  પટેલની જામનગર મુલાકાત ઘણી સુચક માનવામાં આવી રહી છે જો કે, તેઓ સ્પષ્ટપણે કહે છે કે, જામનગર જિલ્લાની મુલાકાત માત્ર પરિવારની ધાર્મિક યાત્રા  જ છે હું કોઇ રાજકીય કાર્યક્રમમાં હાજરી આપવા નથી આવ્યો, પાસ સમિતીમાંથી સીધા જ ભાજપમાં વરૂણ પટેલની એન્ટ્રીને પગલે ચૂંટણીમાં વરૂણ પટેલની ભૂમિકાને લઇ અનેક તર્ક વિતર્કો થાય તે સ્વભાવિક છે, પરંતુ તેઓએ કહ્યું હતું કે, આંદોલન અને રાજનીતિ બન્ને અલગ-અલગ વિષય છે. આંદોલન કોઇ એક મુદ્દા પર થતું  છે જયારે રાજનીતિમાં અનેક મુદ્દાઓ સમાવિષ્ઠ હોય છે. અને રાજકારણ માટે ધીરજ જોઇએ આમ કહી વરૂણ પટેલે લાંબી રાજકીય યાત્રાના અણસારો પણ આપ્યા હતાં.

111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi

જામનગર લોકસભા બેઠક પર હાર્દિક પટેલ સંભવિત ઉમેદવાર હોવાનું જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે ત્યારે, જામનગર બેઠક પર હાર્દિક પટેલને સફળતા મળશે કે કેમ ? તે  સવાલ પુછતા વરૂણ પટેલે ખેલદીલી પૂર્વક જણાવ્યું હતું કે, જો હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડે તો ચોકકસપણે પાટીદાર સમાજના 65% થી 70% મત હાર્દિક પટેલ ખેંચી શકે તેમ છે. જો કે, પાટીદાર મતદાર પ્રભુત્વવાળી જામનગર બેઠક પર ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલને કાનુની આંટી ઘુંટીઓનો સામનો કરવો પડે તેમ  ટિકીટ મળશે કે કેમ? તે બાબત પણ પ્રશ્ર્નાર્થ હોવાનું વરૂણ પટેલે જણાવ્યું હતું.

દરમિયાન આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં રાજયમંત્રી હકુભા જાડેજા ભાજપને 100% ફાયદો અપાવે તેમ હોવાનું જણાવી જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર રાઘવજીભાઇ પટેલ પણ ભાજપને આ બેઠક પર જીત અપાવશે તેઓ દ્રઢ વિશ્ર્વાસ વરૂણ પટેલે વ્યકત  હતો.

111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi

ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર ફેકટર કામ કરતાં ભાજપને થોડું નુકશાન ગયુ હોવાનું જણાવી વરૂણ પટેલે ઉમેર્યું હતું કે લોકસભા ચૂંટણી મોદી બ્રાન્ડ છે, ઉપરાંત વડાપ્રધાન પદ માટે મોદી સિવાય કોઇ વિકલ્પ પણ ન હોય આગામી લોકસભા ચૂંટણી ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવું વિશ્ર્વાસપૂર્વક જણાવ્યું હતું.

વરૂણ પટેલના ભાજપ ગમન બાદ ઠેર-ઠેરથી વિરોધ થવા અંગે તેણે ખુલ્લા મને સ્વીકાર્યું હતું કે, કોઇપણ લોકોને વિરોધ કરવાનો હક્ક છે કોઇને વિરોધ કરતાં રોકી ન શકાય તેવું જણાવી રાજનીતીમાં ભૂતકાળની નહીં પરંતુ વર્તમાનની વેલ્યુ હોવાનું ઉમેરી એક વાકયમાં અનેક નેતાઓનો ભૂતકાળ અને વર્તમાન અંગે અંગુલી નિર્દેશ પણ કર્યો હતો.

111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi

હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે વરૂણ પટેલે તીખા તેવર દર્શાવી કહ્યું હતું કે, હાર્દિક સમાજનો દ્રોહ કર્યો છે એ કોંગ્રેસનો ગુપ્ત એજન્ટ હતો હવે ખુલ્લો પડી  છે. અંતમાં વરૂણ પટેલે પોતે જયારે ‘પાસ’માં હતો ત્યારે જે રીતે સમાજ માટે કામ કરતો તેવા જ કાર્યો કરવાનું ચાલુ રાખશે તેવું સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, પ્રજા અને સમાજના હિતની વાત હશે તો હું કયા પક્ષ સાથે કે કયાં નેતા સાથે જોડાયેલો છું તેની પરવા નહીં કરૂં અને  કે સમાજના હિતમાં સત્ય માટે લડત ચાલુ રાખીશ.

111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi
111-farmers-will-be-nominated-for-modi

હાર્દિક કહે કંઈક, કરે કંઈક!

હાર્દિક સાથે પાટીદાર અનામત આંદોલન સમયે ખૂબ જ નજીક રહેલાં વરૂણ પટેલે હાર્દિક જામનગરથી ચૂંટણી લડશે તે અંગે જણાવ્યું હતું કે, હાર્દિક કહે છે કંઈક અલગ અને કરે છે પણ કંઈક અલગ! હાર્દિકના આ લક્ષણો જોતાં મને નથી લાગતું કે, તે  લોકસભાની ચૂંટણી લડે. જો કે, હાર્દિક પટેલ સામે થયેલાં અનેક ફોજદારી કેસોમાં કાનૂની લડત લડવી પડે તેમ હોય, સ્વાભાવિક પણે જ હાર્દિકને ચૂંટણી લડવા માટે આ કાનૂની આંટીઘૂંટીઓ નડતરરૂપ સાબિત થાય તેમ હોય, હાર્દિકના ભૂતકાળના સાથી વરૂણ પટેલે  હાર્દિકના ચૂંટણી લડવા અંગેની રણનીતિ વિશે ઉપર મુજબ જણાવ્યું હતું.

Related posts

લાલપુરમાં બે પરિવાર વચ્ચે શસ્ત્ર અથડામણ : બંને પક્ષે સાત ઘવાયા

Nawanagar Time

પાણી પ્રશ્ર્ને માટલા ફોડતી લાખાબાવળની મહિલાઓ

Nawanagar Time

જામનગરના સત્યમ્ કોલોનીમાં ચોકીદારના રહેણાંક મકાનમાંથી રૂા.30 હજારની રોકડ રકમની ઉઠાંતરી

Nawanagar Time

Leave a Comment