Nawanagar Time
ગુજરાત વડોદરા

રાષ્ટ્રીય સન્માન સાથે શહીદની વિદાય, આરીફ પઠાણની અંતિમવિધિમાં સમગ્ર શહેર જોડાયું

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથેની લડાઈમાં શહીદ થયેલા વડોદરાના જવાન આરીફ પઠાણને શ્રદ્ધાંજલી આપવા સમગ્ર નગરવાસીઓ વડોદરના રસ્તા પર ઊતરી આવ્યા હતા. નવાયાર્ડ રોશન નગર ખાતે હજારો લોકોએ વીર શહીદના અંતિમ દર્શન કર્યા હતા. રોનનગરથી નીકળેલી શહીદની અંતિમયાત્રાને ગોરવા ડી કેબિન કબ્રસ્તાન પહોંચતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. આર્મીના જવાનોએ કબ્રસ્તાનમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયર કરીને શહીદને અંતિમ સલામી આપી હતી. આમ રાષ્ટ્રીય સન્માન સાથે વીરને વિદાય આપવામાં આવી હતી.

આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ
ચાર દિવસ પહેલા તા.21ના રોજ પાકિસ્તાને સિઝફાયરનું ઉલંઘન કરતા 18 જમ્મુ કાશ્મીર રાયફલ્સના જવાન આરીફ પઠાણને ગોળી વાગતા શહીદ થયા હતો. બુધવારે તેમના દેહને વડોદરા લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સન્માન સાથે એસએસજીથી નવાયાર્ડ રોશનનગર ખાતે લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે કોફિનમાં મૂકવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલી આપવા માટે હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.

યુવાનો પણ જોડાયા
પોલીસ અને આર્મીના જવાનો સાથે સ્થાનિક યુવાનો પણ જોડાયા હતા. આ સાથે શહીદ જવાન અમર રહે, જબ તક સુરજ ચાંદ રહેગા આરીફ તેરા નામ રહેંગા ના નારા લગાવ્યા હતા. આ સાથે જય હિન્દ અને વંદ માતરમ્ ના નારા લગાવ્યા હતા. પરિવારજનોમાં માતા-પિતા, ભાઈઓ અને બહેનો સહિતના પરિવારના ભારે આક્રંદને પગલે ત્યા રહેલા દરેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા.

 

Related posts

જામનગર એલસીબીનો સપાટો 336 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો

Nawanagar Time

વડાપ્રધાનના હસ્તે 9મી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ

Nawanagar Time

ભૂજ-દાદર એક્સપ્રેસમાંથી મળી મહિલાની રક્તથી લથપથ લાશ..

Nawanagar Time