Nawanagar Time
ગુજરાત જામનગર

ઉનાળો શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો

vegetables-prices-fluctuate-with-the-start-of-summer

ગૃહિણીઓમાં કકળાટ શાકભાજીના ભાવોમાં ડબલ કે ત્રણ ગણો વધારો થતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું

જામનગર:-જામનગર સહિત હાલાર પંથકમાં ઉનાળો શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવો ભડકે બળ્યા છે. શાકભાજીમાં ડબલ કે ત્રણ ગણો ભાવ વધારો  ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ જવાથી કાળો કકળાટ મચી ગયો છે.વેપારીઓના કહેવા પ્રમાણે શાકભાજીના પુરવઠામાં 40 ટકા ધટાડો થવાથી આ ભાવ વધારો થયો છે.

જામનગર, ખંભાળિયા, દ્વારકા, લાલપુર, જામજોધપુર, કાલાવડ સહિત સમગ્ર હાલારમાં ઉનાળો શરૂ થતાની સાથે શાકભાજીના ભાવોમાં ધરખમ ઉછાળો આવ્યો છે.લોકોને ગરમી કરતા શાકભાજીના ભડકે બળતા ભાવો વધુ  રહ્યા છે. શાકભાજીના ભાવો  થયેલા વધારા મુજબ એક મહિના પહેલા એક કિલો મરચા રૂ.40ના ભાવે મળતા હતા.ત્યારે તેમાથી વધીને મરચાંના ભાવ બમણા એટલે કે રૂ.80 પ્રતિકીલો થઈ ગયા છે. આજ રીતે લીંબુના ભાવ 40 માંથી વધીને રૂ.100, ટમેટાના ભાવ રૂ.20 માંથી વધીને રૂ.40, ગુવારના ભાવ રૂ.80 માંથી વધીને રૂ.130,  ભાવ રૂ.5 માંથી વધીને સીધા રૂ 30, આદુના રૂ.30 માંથી વધીને રૂ.120, રીગણાના ભાવ રૂ.5 માંથી વધીને રૂ.30, વટાણાના રૂ.18 માંથી વધીને રૂ.60, ફુલાવરના રૂ.20માંથી વધીને રૂ.60, દૂધીના રૂ.20 માંથી વધીને રૂ.40, પાલકના રૂ.20માંથી વધીને રૂ.40, કાકડીના રૂ.30 માંથી રૂ.60 અને બટેટા રૂ.9 માંથી વધીને રૂ.18 થઈ ગયા છે.

આ ભાવ તો શાકમાર્કેટમાં મળતા એક કિલો શાકભાજીના ભાવો છે.પરંતુ શહેરના અલગ – અલગ વિસ્તાર કે શેરી ગલીમાં રેકડીમાં વેંચતા શાકભાજીના ભાવો આના કરતાં પણ વધુ છે. દરેક શાકભાજીમાં ડબલ કે અમુકમાં ત્રણ ગણો ભાવ વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાય ગયું છે.અને ગૃહિણીઓમાં ભારે દેકારો મચી ગયો છે. શાકભાજીના  વધતા રોજ શેનું શાક બનાવું તે બાબત ગૃહિણીઓ માટે ચિતાનો વિષય બની છે.

બીજી તરફ યાર્ડના વેપારીઓના જણાવ્યાં પ્રમાણે ઓણસાલ અપૂરતા વરસાદને કારણે સ્થાનિક ઉત્પાદન ઘટ્યું છે અને પાડોશી રાજ્યોમાં પણ આપણા જેવી જ સ્થિતિ હોય ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચે તેવી શકયતા વ્યક્ત કરી હતી, નોંધનીય છે  વર્તમાન સમયમાં યાર્ડમાં શાકભાજીની આવકમાં 40 ટકા જેટલું ગાબડું પડી ગયું છે. પરિણામ સ્વરૂપ આ ભાવ વધારો લાંબો સમય સુધી સહન કર્યા વગર છુટકો નથી.

Related posts

રાસ રમવાને વેલો આવજે રે… જામનગરમાં મન મૂકીને ઝૂમતા દિવ્યાંગ બાળકો

Nawanagar Time

માં અમૃતમ્ યોજનાનું કાર્ડ હોવા છતાં નાણાં વસૂલતા તબીબને ફડાકાવાળી

Nawanagar Time

દ્વારકામાં 1800 છાત્રોએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

Nawanagar Time

Leave a Comment