Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની સરકારી કચેરીઓમાં સડી રહ્યાં છે વાહનો…

નવી-નવી ગાડીઓમાં ફરવાનું પસંદ કરતાં સરકારી બાબુઓ જૂના વાહનોને ભૂલી ગયાં છે. આવા સંજોગોમાં અવધી પુરી થઇ ગયેલા વાહનોનું શું કરવાનું? નવાનગર ટાઇમના લેન્સમેને જામનગરની તમામ સરકારી કચેરીઓમાં જઇને ક્ધડમ હાલતમાં મુકી રાખેલા વાહનોના ફોટોગ્રાફી કરી હતી જાણવા એવું પણ મળ્યું કે જુના થઇ ગયેલા વાહનોની એક કિંમત નકકી થયાં પછી હરરાજીમાં મુકવામાં આવે છે, કેટલાક વિભાગોએ પોતાના હસ્તકના વાહનો હરરાજીમાં પણ મુકયા હતાં પણ હરરાજીમાં મુકાયેલા વાહનોના અપસેટ પ્રાઇઝ એટલી ઊંચી રાખવામાં આવી હતી કે બોલી બોલનારને તમ્મર આવી ગયા અને વેચાયા વગરના પડી રહ્યાં. જિલ્લા પંચાયત, શહેર મામલતદાર, એડી.કલેકટર, નગરપ્રાથમિક શિક્ષણ સમીતી ચેરમેન, જામ્યુકોના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ, આરટીઓ અને ડીઝાસ્ટર ઓફીસની કાર હાલ ભંગારમાં ફેરવાઇ ગઇ છે. આરટીઓના નકામા થઇ ગયેલા વાહનમાં તો કાચના નોટીસ બોર્ડ તરીકે ઉપયોગ કરાઇ રહ્યો છે. આ સંજોગોમાં એક સમયે સરકારી બાબુઓની શાન મનાતી આ વાહનોનો નિકાલ ક્યારે? એવો સવાલ ઉઠ્યો છે. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, એમ્બ્યુલન્સની કમી વચ્ચે જૂની એમ્બ્યુલન્સને રિપેરીંગ કરીને વાપરવાનું પણ બાબુઓને સૂજતું નથી.

vehicles-are-being-ridden-in-jamnagar-government-offices
vehicles-are-being-ridden-in-jamnagar-government-offices

Related posts

જામનગર પોલીસની હોમ ક્વોરેંટાઇન લોકો પર ચાંપતી નજર

Nawanagar Time

આધુનિક ખેતીઃ બે એકરમાં ખારેક ખતી કરીને 5 લાખ રૂપિયાનું ઉત્પાદન કર્યું

Nawanagar Time

કોર્પોરેશનની હદમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો રદ્દ કરોઃ મહિલા નગરસેવિકાની અપીલ

Nawanagar Time

Leave a Comment