Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

વિદ્યા બાલન, રાની મુખર્જી અને પ્રિયંકા ચોપરામાંથી કોઈ એક પડદા પર તીજનબાઈનું પાત્ર ભજવશે

vidya-balan-rani-mukherji-and-priyanka-chopra-will-play-a-character-on-the-screen

નવાઝુદ્દીન સિદ્દકીની પત્ની આલિયા સિદ્દકી મંજુ ગઢવાલ સાથે મળીને પ્રખ્યાત લોક ગાયિકા તીજનબાઈના જીવન પર ફિલ્મ બનાવવા જઈ રહી છે.

પંડવાની મહાભારત સાથે જોડાયેલા કિસ્સાઓ સંબંધિત ગાયકીની વિદ્યા છે.

બોલિવૂડ ડેસ્ક: નવાઝુદ્દીન સિદ્દકીની પત્ની આલિયા સિદ્દકી મંજુ ગઢવાલ સાથે મળીને પ્રખ્યાત લોક ગાયિકા તીજનબાઈના જીવન પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. હવે જાણકારી સામે આવી છે કે વિદ્યા બાલન, પ્રિયંકા ચોપરા અથવા રાની મુખર્જીમાંથી કોઈ એક એક્ટ્રેસ આ ફિલ્મમાં તીજનબાઇનું પાત્ર ભજવી શકે છે. આલિયાએ આ વિશે જણાવ્યું છે કે, તેઓ ઈચ્છે છે કે આ ત્રણેય એક્ટ્રેસમાંથી કોઈ એક આ પાત્રને ભજવે. આ ફિલ્મમાં પંડવાની ગાયિકી પ્રત્યે તીજનબાઈના સમર્પણને અત્યંત ઊંડાણપૂર્વક બતાવવામાં આવશે. આલિયા આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર જાતે કામ કરી રહી છે અને ઈચ્છે છે કે આ એક મ્યુઝિકલ હિટ પણ હોય. એમણે કહ્યું , મારી દિલથી ઈચ્છા છે કે ગુલઝાર સાહેબ આ ફિલ્મના ગીતો લખીને તીજનબાઈના જીવનને હંમેશ માટે અમર કરી દે.

આલિયાએ જણાવ્યું કે, એમના જીવનના અનેક પહેલુઓ વિશે લખી શકાય છે. એનાથી મને લાગ્યું કે એમના જીવન પર ફિલ્મ બનાવી જોઈએ. એમણે ક્યારેય ગાયિકી છોડી નહોતી. નવાઝે જણાવ્યું કે, હું 20 વર્ષની ઉંમરે એમનું પરફોર્મન્સ જોવા જતો હતો. એમની એક ઝલક મેળવવા ખુરશી પર ઉભો થઇ જતો. મને આલિયા પર પૂરો વિશ્વાસ છે કે એ આ ફિલ્મને ફક્ત ફિલ્મ ફેસ્ટિવલ માટે નહીં પરંતુ દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવશે.

કોણ છે તીજનબાઈ

છત્તીસગઢના ગનિયારી ગામમાં 1956માં જન્મેલાં તીજનબાઈ અનુસૂચિત જાતિ પારધી સમાજની છે. એમને લોક ગાયનની પ્રખ્યાત કલા પંડવાનીમાં મહારત મળેલી છે. પંડવાની મહાભારત સાથે જોડાયેલા કિસ્સાઓ સંબંધિત ગાયકીની વિદ્યા છે. તેમને 1988માં પદ્મશ્રી અવોર્ડ,1995માં શ્રી સંગીત કલા અકાદમી પુરસ્કાર, 2003માં ડોક્ટરેટ ડિગ્રી, 2003માં પદ્મવિભૂષણ, 2016માં M S સુબ્બલક્ષ્મી શતાબ્દી પુરસ્કાર અને 2018માં ધ ફુફુઓકા પ્રાઈઝ મળેલ છે.

તીજનબાઈએ જણાવ્યું ફિલ્મમાં શું હશે

2004નું મધ્યપ્રદેશના ઉમરીયાનું ખાસ પર્ફોર્મન્સ ફિલ્મમાં જોવા મળશે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં ફક્ત જંગલ હતું. મંચ પણ નહોતો બન્યો. હું બોલી કે આજે અમે ઝાડ અને છોડને જ પંડવાની સંભળાવીશું. જેવો કાર્યક્રમ શરૂ થયો કે ઘણા બધા લોકો આવ્યા. અમે એવી પ્રસ્તુતિ કરી કે, અમારા સાજ ફાટી ગયા, પરંતુ જોશ ઓછો ના થયો. મહિલા થઈને પંડવાની ગીત ગાવાના કારણે મને પારધી સમાજથી બહાર કરી દેવામાં આવી. બાળપણમાં જાતે ઝૂંપડી બનાવીને મેં ત્યાં રહેવાનું શરૂ કરી દીધું. 

તીજનબાઈએ જણાવ્યું કે, મારા ત્રણ લગ્ન થયા. પહેલા પતિએ એ વિચારીને છોડી દીધી કે આ તો જગ્યાએ જગ્યાએ ગાવા જાય છે. અમુક સમય પછી બીજા લગ્ન થયા. ત્યારે ગાયનના કારણે મારું સમ્માન ઘણું વધી ગયું હતું, તો મારા બીજા પતિએ ઈગો હર્ટ થવાની સમસ્યાને કારણે મને છોડી દીધી. ત્રીજા લગ્નમાં પણ આવી સમસ્યા આવી. ત્રણ પતિઓએ મને છોડી પરંતુ મેં પંડવાની ના છોડ્યું.

Related posts

યામી ગૌતમે આ વાત કરી કર્યો મોટો ખુલાસો અને કહ્યું કે…

Nawanagar Time

બધા વિચારતા રહ્યા’ને રામુએ બનાવી નાંખી ‘કોરોના વાયરસ’

Nawanagar Time

લંડનમાં કેબ ડ્રાઇવરની હરકતથી ફફડી ઉઠી સોનમ

Nawanagar Time

Leave a Comment