Nawanagar Time
ગુજરાત જામનગર

જામ્યુકોના બોગસ ‘રાજુ’ ભરતીકાંડમાં તપાસનો આદેશ આપતું તકેદારી આયોગ

vigilance-commission-mandating-an-inquiry-into-jamaus-bogus-raju-recruitment

ઓરિજિનલ રાજુ હરસી ખીમા મકવાણા ગાર્ડનમાં અને બોગસ રાજુ હરસી નથુ મકવાણા વૉટર વર્કસમાં પગાર મેળવે છે!

આરટીઆઈ દ્વારા ગુજરાત તકેદારી આયોગમાં પુરાવા સાથે ફરિયાદ થતાં મ્યુનિ. કમિશ્નરને તપાસનો આદેશ: તટસ્થ તપાસ થાય તો કુંભારાણાના કરતુતો બહાર આવે

જામનગર:-જામનગર મહાનગર પાલિકાના ભેજાબાજ ઉચ્ચ અધિકારી દ્વારા રહેમ રહે નોકરી આપવાની આડમાં ઓરિજીનલ લાભાર્થીની સાથે-સાથે બોગસ લાભાર્થીને પણ નોકરીની લ્હાણી કરવા પ્રકરણમાં આરટીઆઈ ઍક્ટિવિસ્ટ દ્વારા ગુજરાત તકેદારી આયોગને  સાથે ફરિયાદ કરવામાં આવતાં તકેદારી આયોગ દ્વારા ‘રાજુ’ ભરતીકાંડમાં મ્યુનિ. કમિશ્નરને તપાસ કરવા આદેશ જારી કર્યો હોવાનું બહાર આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકાના ચકચારી ‘રાજુ’ ભરતીકાંડની વિગતો જોઈએ તો, અઢી વર્ષ પૂર્વે ગાર્ડન શાખામાં ફરજ બજાવતા હરસી ખીમા મકવાણા નામના કર્મચારીના નિધન બાદ રહેમરાહે નોકરી આપવાના નામે મહાનગર પાલિકાના  અધિકારી દ્વારા એકના બદલે બીજા રાજુને નોકરીએ રાખી લેવામાં આવ્યો હતો, હકીકતમાં રાજુ હરસી ખીમા મકવાણા રહેમરાહે નોકરી મેળવવા હક્કદાર હોવા છતાં તેના બદલે ભળતા નામવાળા રાજુ હરસી નથુ મકવાણા નામના વ્યક્તિને ‘સેટિંગ’થી ગોઠવી દેવામાં આવ્યો હતો.

જો કે, પાપ છાપરે ચડીને પોકારે તેમ મૂળ લાભાર્થીએ કોર્ટના દ્વાર ખખડાવતાં  તત્ત્વોની પોલ છતી થઈ હતી અને રાજુ હરસી ખીમા મકવાણાને ગાર્ડન શાખામાં નોકરીએ લેવો પડ્યો હતો.

બીજી તરફ, અઢી વર્ષ કરતાં વધુ સમયથી ખોટી નોકરી મેળવનારને છુટ્ટો કરી બોગસ ભરતી કરનારાઓ સામે પગલાં ભરવાને બદલે ઉલ્ટુ ઇન્ચાર્જ ડે. કમિશ્નર મુકેશ કુંભારાણાએ આ કૌભાંડને દબાવી દઈ બોગસ નોકરી મેળવનાર રાજુ  નથુ મકવાણાને વૉટર વર્કસમાં ફીટ કરી દેવામાં આવતાં આ મામલે નવ નિયુકત મ્યુ. કમિશ્નર પટેલને આર.ટી.આઇ. એકટીવિસ્ટ દ્વારા પુરાવા સાથે ફરિયાદ કરી હતી, પરંતુ પગલાં ભરવામાં નહીં આવતાં આ મામલે ગુજરાત રાજ્ય તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવતાં તકેદારી આયોગે જામનગર મ્યુનિ. કમિશ્નરને તપાસનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મહાનગરપાલિકાના ચકચારી ભરતી કૌભાંડની વિગતો જોઇએ તો, વર્ષ 2016ના અરસામાં મહાપાલિકામાં ફરજ બજાવતાં હરશી ખીમાભાઇ મકવાણાનું અવસાન થતાં તેમનાં પુત્ર રાજુ હરશી મકવાણાએ વારસદાર દરજજે નોકરી મેળવવા અરજી કરી હતી અને તેમને નોકરી પણ મળી ગઇ હતી બીજી તરફ મહાપાલિકાના ભેજાબાજ કૌભાંડીયા તત્વોએ રહેમ રાહે નોકરી આપવાની આડમાં બોગસ  હરશી નથુ મકવાણા નામના વ્યકિતને વોટરવર્ક શાખામાં કોર્ટના હુકમના આધારે દાળીયા કર્મચારી તરીકે ફિટ કરી દીધો હતો. આમ, એક જ વ્યકિતના વારસદાર તરીકે બબ્બે રાજુ હાલમાં જામનગર મહાનગરપાલિકામાં નોકરી મેળવી પ્રજાના પૈસે લીલા લહેર કરી રહ્યા છે.

આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, આ ભરતી કૌભાંડમાં અગાઉ ઉચ્ચ અધિકારી  ધગધગતો રિપોર્ટ કરી જવાબદાર અધિકારીઓની જવાબદારી ફિકસ કરી હોવા છતાં પણ પગલાં ભરવામાં આવતાં નથી. આ સંજોગોમાં હવે તકેદારી આયોગ દ્વારા તપાસનો આદેશ કરવામાં આવતાં નવાજૂનીના એંધાણ મળી રહ્યાં છે.

કુંભારાણાએ બે વર્ષનું એક્સટેન્શન માંગ્યું…!

જામનગર મહાનગર પાલિકાને સોનાના ઈંડા દેતી મરઘી સમજનાર કંઈ કેટલાં’ય કૌભાંડિયા તત્ત્વો પોતાની તિજોરી  રહ્યાં હોવાની વાત જગ જાહેર છે ત્યારે અગાઉ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં તેવા ડેપ્યુટી કમિશ્નર મુકેશ કુંભારાણા ટૂંક સમયમાં જ નિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે નિવૃત્તિ બાદ પણ મહાપાલિકાનું જેટલું દોહન થાય તેટલું દોહન કરી લેવા મક્કમ બનેલા આ અધિકારી દ્વારા વધુ બે વર્ષ માટે પોતાનો કાર્યકાળ લંબાવવા અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા રજૂઆત થશે: મુખ્યમંત્રી

Nawanagar Time

લાલપુર ચોકડી ઉપર સવાર-સાંજ માથાફાડ ટ્રાફિક સમસ્યા

Nawanagar Time

જામનગરમાં જાહેરમાં બાયો વેસ્ટનો નિકાલ, મનપા દોડ્યું

Nawanagar Time

Leave a Comment