Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની આંગડિયા પેઢીમાં ગાંધીનગરથી વીજિલન્સ તપાસ

vigilance-inquiry-from-gandhinagar-in-angadiya-firm-of-jamnagar

જામનગર:-જામનગરમાં લોકસભા ચૂંટણી આચારસંહીતાના પગલે આંગડીયા પેઢીમાં વીજીલન્સ ટુકડીએ તપાસ હાથ ધરી રોકડ કબ્જે કરી હતી.

આચારસંહીતા પગલે રોકડ નાણાંકીય હેરફેર પર તંત્ર દ્વારા વોચ ગોઠવી છે. તાજેતરમાં એસઓજી પોલીસે શહેરની તમામ આંગડીયા પેઢીના સંચાલકોને બોલાવી નામ,સરનામાંની વિગતો એકત્ર કરી મોટાં નાણાંકીય વ્યવહાર ન કરવા અને શંકાસ્પદ વ્યવહાર લાગે તો જાણ કરવા સૂચના આપી હતી.ત્યારે શુક્રવારના રોજ ગાંધીનગરથી વીજીલન્સ વિભાગની ટીમે શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં  એક આંગડીયા પેઢીમાં તપાસ હાથ ધરી હતી.તપાસમાં વીજીલન્સ વિભાગની ટુકડીએ અમુક રકમ કબ્જે કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. કાર્યવાહી આઇટી અને પોલીસ અધિકારીઓને સાથે રાખી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

તપાસથી અન્ય આંગડિયા પેઢી પણ ટપોટપ બંધ શહેરની ગ્રેઇન માર્કેટમાં આવેલી એક આંગડીયા પેઢીમાં વીજીલન્સ વિભાગની ટુકડીએ તપાસ હાથ ધરી  અહેવાલ વાયુવેગે શહેરમાં પ્રસરતા શહેરના ચાંદીબજાર સહીતના વિસ્તારોમાં આવેલી આંગડીયા પેઢી ટપોટપ બંધ થઇ ગઇ હતી.

Related posts

લાલપુર-ભાણવડ રોડ પર ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત

Nawanagar Time

જામનગરના જાહેર માર્ગો પણ માલિકીના!

Nawanagar Time

‘મહા’ વાવાઝોડાની દહેશતને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઍલર્ટ

Nawanagar Time

Leave a Comment