Nawanagar Time
ગુજરાત જામનગર

વિકાસ અભેરાઇએ : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ધૂળ ખાતી 427 અરજીઓ

vikas-abhayarai-427-applications-for-dust-in-the-district-industry-center

જામનગર:-જિલ્લાઉદ્યોગ કેન્દ્રમાં લોન સહિતની સહાય મેળવવા માટેની 427 અરજીઓ ધૂળ ખાય છે. લેન્ડ રેકર્ડમાં પણ અરજદારોના પગના તળિયા ઘસાઇ જાય છે.

જામનગર જિલ્લા કક્ષાની કચેરીઓની સમીક્ષા અંગેની મિટીંગમાં લોકો તરફથી મળેલી અરજીઓના નિકાલ બાબતે નોંધ કરવામાં આવી છે કે, નાગરિક અધિકાર પત્રકમાં સમય મર્યાદા બાદની બાકી અરજીઓમાં જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 427 અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવો જોઇએ. તે માટે સૂચના આપવામાં આવી તેમાંય સમયમર્યાદાવાળી 320 અરજીઓ પેન્ડિંગ છે. નોંધપાત્ર એ છે કે, ગરીબી રેખા હેઠળના તેમજ બેરોજગારો સાધનસહાય, લનો વગેરે મેળવવા અરજીઓ કરતાં હોય છે. પરંતુ અરજીઓના નિકાલ ન થતાં જરૂરિયાતમંદો ટળવળતાં રહે છે. બીજી તરફ જાણકારોમાં એવી પણ ચર્ચાઓ થાય છે કે, અમુક અરજીઓ જો ક્રમમાં ભલે ખૂબ જ પાછળ હોય, પરંતુ ‘કોઇક’ કારણસર આવી ‘ખાસ’ અરજીઓના ઝડપી નિકાલ થઇ જાય છે. જે માટે પૂરતા સ્થળ પરિક્ષણ કે પ્રમાણપત્રોની સંપૂર્ણ ખરાઇ કરવામાં પણ ગંભીરતા લેવાતી નથી અને મળવાપાત્ર લાભ તુરંત અપાઇ જાય છે. ત્યારબાદ અમુક લાભાર્થીઓએ સાધનસહાય કોઇપણ ભાવે વેંચી ‘રોકડી’ પણ કરી લેતાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. લેન્ડ રેકર્ડના સુપ્રિ.ની કચેરીમાં 93 અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે અને જમીનમાપણીને લગતાં કામો માટે અરજદારોને ધરમના ધક્કા થાય છે.

શરમ… શરમ… શરમ… કલેક્ટરે કહેવું પડયું, ‘સાચી માહિતી આપો.’

જિલ્લા કક્ષાની બેઠકમાં કચેરીઓમાં થયેલી કામગીરી અને બાકી કામો અંગે પત્રકો સાથે તેમના અધિકારી કે પ્રતિનિધિને મોકલાય છે. એક તરફ કચેરીના વડા હાજર રહેતાં નથી. અગાઉથી મંજૂરી પણ લેવાતી નથી તેવી યાદી છેલ્લાં છ મહિનાથી લાંબી થતી જાય છે. શરમજનક બાબત એ છે કે, કલેક્ટર ખુદને અમુક કચેરીઓએ પત્રકમાં પેન્ડિંગ-નિલ દર્શાવાતાં કહેવું પડયું હતું કે, ‘સાચી માહિતી આપો.’

Related posts

આ વર્ષે ચોમાસું સારૂ રહેશે, નજીકના ભવિષ્યમાં કોઈ દુષ્કાળના એંધાણ નથી

Nawanagar Time

લાવો, લ્યો.. બોણી ! જામનગરમાં નગર સેવકે દિવાળી માંગવાનું શરૂ કર્યું

Nawanagar Time

હાલારમાં હિટવેવની આગાહી: તાપમાનનો પારો 40 ડિગ્રી પાર

Nawanagar Time

Leave a Comment