Nawanagar Time
Uncategorized

બોમ્બે મિનરલ્સની ખનિજ ચોરી મામલે વિધાનસભા ગજવતા વિક્રમ માડમ

માઈનિંગમાં બે લાખ ટનની મંજૂરી છતાં આઠ લાખ ટન માલ વિદેશ કેવી રીતે જાય છે? ખનિજચોરી બાબતે ધારાસભ્ય માડમના વેધક સવાલોથી વિધાનસભામાં

જામનગર:-ખનિજ સંપદાથી ભરપૂર હાલાર પંથકમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનિજ માફીયાઓ બેફામ બન્યા છે અને રાજકિય ઓથે જ આવા ખનિજ માફીયાઓનો સહારો લઈ માઈનિંગ કંપનીઓ સરકારને ઊંધા ચશ્મા પહેરાવી કરોડો રૂપિયાની ખનિજ ચોરી કરી રહી હોવાનો સનસનીખેજ આરોપ ધારાસભ્ય વિક્રમભાઈ માડમે વિધાનસભા ગૃહમાં લગાવી કંપની  પગલાં ભરવા અને માઈનિંગ કંપનીના ગોરખ ધંધાને ઢાંક-પીછોડાં કરી રહેલાં અધિકારીઓ વિરૂદ્ધ આધાર-પુરાવાઓ સાથે ગૃહમાં પ્રશ્ર્ન ઉઠાવતાં સન્નાટો વ્યાપી ગયો હતો.

દેવભૂમિ દ્વારકામાં કરોડો રૂપિયાની ખનિજચોરી પાછળ બોમ્બે મિનરલ્સ નામની કંપની જવાબદાર હોવાનો ઘટસ્ફોટ ધારાસભ્ય વિક્રમભાઇ માડમએ વિધાનસભામાં કર્યો હતો. દેવભૂમિ દ્વારકામાં માઈનિંગ માટે બે લાખ ટનની મંજૂરી હોવા  આઠ લાખ ટનની વિદેશમાં નિકાસ કેવી રીતે થાય છે? તે સહિતના વેધક સવાલો તેમણે વિધાનસભામાં ઉઠાવતાં વિધાનસભા ગૃહ સ્તબ્ધ બની ગયું હતું.

રાજ્ય સરકારના બજેટ મુદ્ે પોતાનો મત મૂકતી વખતે વિધાનસભામાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમએ સરકાર પર પ્રહારો કર્યા હતાં. તેમણે જામનગરની મેડિકલ કોલેજ તેમજ હાલાર પંથકમાં ગૌચરનો પ્રશ્ર્ન વિધાનસભામાં  હતો. તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થઇ રહેલી ખનિજચોરી અને ખાણખનિજ વિભાગમાં સ્ટાફની ઘટ મુદ્ે સરકારને ઢંઢોળી હતી. તેમણે કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાની ખાણખનિજની આવક રાજ્યમાં દ્વિતીય ક્રમે છે. છતાં પણ દેવભૂમિ દ્વારકામાં ખાણખનિજ વિભાગમાં સ્ટાફની અછત છે. વર્ગ 2ના કર્મચારી તરીકે મદદનિશ ભૂસ્તરશાસ્ત્રીની બે જગ્યાઓ છે. આ બન્ને  હાલ ખાલી પડી છે. ઉપરાંત મુખ્ય સુપરવાઈઝરની ચાર જગ્યામાંથી ચારેચાર જગ્યા ખાલીખમ છે. ખાણખનિજ વિભાગનું ગાડું એક જ ડ્રાઇવર ગબડાવે તે માટે જગ્યા તો છે, પરંતુ આ જગ્યા પણ ખાલી છે. કુલ 20ના મહેકમમાંથી 13 જગ્યાઓ ખાલી છે.

તેમણે વિધાનસ ભામાં ખનિજચોરીનો મુદ્ો ઉઠાવતાં કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકામાં  મિનરલ્સ નામની કંપની કાર્યરત છે. જેણે નાની-મોટી કંપનીઓને પોતાના હસ્તક કરી લીધી છે. આ કંપનીના સીઇઓ હેમુલ શાહ છે. કરોડો રૂપિયાની ખનિજચોરી આ પંથકમાં થાય છે. બીજી તરફ જવાબદાર અધિકારીઓ ધારાસભ્યના ફોન પણ ઉપાડતાં નથી. મારા ફોન પણ ઉપાડતાં નથી!

તેમણે વધુમાં કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકામાં ખનિજ ખનન  બે લાખ ટનની મંજૂરી સરકાર દ્વારા અપાઇ છે અને વિદેશમાં આઠ લાખ ટન મોકલવામાં આવે છે, તો બાકીના છ લાખ ટન આવે છે ક્યાંથી? તેમના આ પ્રશ્ર્નથી વિધાનસભામાં સોપો પડી ગયો હતો. તેમણે કહ્યું હતું કે, માઇન્સની મંજૂરી ન હોવા છતાં લાખ્ખો ટન માલ બહાર કેવી રીતે પહોંચી જાય  તેની વાત સરકારે કરવી જોઇએ.

ઉલ્લેખનિય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોકસાઈટ સહિતના કિંમતી ખનિજની મોટી-મોટી માઈનિંગ કંપનીઓ દ્વારા બેફામપણે ખનિજ ચોરી કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખનિજ ચોરી અટકાવા માટે પગલાં ભર્યાના દાવા કરી ડ્રોન મારફતે માઈન પર નજર રાખવામાં આવી રહી હોવાના બણગાં ફૂંકાઈ  છે ત્યારે જાગૃત ધારાસભ્ય વિક્રમભાઈ માડમે વિધાનસભા ગૃહમાં દ્વારકા જિલ્લામાં થતી સરાજાહેર ખનિજ ચોરીનો મામલો આધાર-પુરાવા સાથે ઉઠાવતા વિધાનસભા ગૃહમાં રીતસર સોંપો પડી ગયો હતો.

Related posts

જલ્લા પંચાયતમાં મંજૂર થયેલાં કામો પૂર્ણ ન થતાં આશ્ર્ચર્ય!

Nawanagar Time

ઈન્દ્ર કુમારની ફિલ્મ માટે રકુલની ભલામણ કરતા અજય -સિદ્ધાર્થ

Nawanagar Time

અન્ય કર્મચારીઓની જેમ શિક્ષકોને વીમાનું કવચ કેમ નહીં?

Nawanagar Time

Leave a Comment