Nawanagar Time
ગુજરાત જામનગર

બાયો વેસ્ટના ભરડાથી હાલારમાં વાયરસ-બેકટેરિયાના ઠેર-ઠેર આક્રમણ

viral-bacterial-fugue-attack-in-halar-becuase-of-boi-waste

દવાખાના-હોસ્પિટલના સિરિઝથી માંડી પાંટા-પિંડી, લોહી વગેરે નમુના સહિત જૈવિક તબીબી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો કાયદો છે તેનો અવાર-નવાર ઉલાળિયો

જામનગર:-હાલારમાં એક તો રોગચાળાનું આક્રમણ અને  ભરડા તો કાયમ રહેતા હોય છે તેવામાં બાયો મેડીકલ વેસ્ટના ઠેરઠેર નિકાલ થતા હોય તે કચરામાંથી રોગકારક જંતુઓ નીકળે છે અથવા તો આ વેસ્ટ પાણી-જમીનને દુષિત કરે છે. નહીતો દવાખાના-હોસ્પિટલ – લેબોરેટરી- રેડીયોલોજી સેન્ટર- બ્લડબેંક વગેરેના વેસ્ટના નિકાલની વૈજ્ઞાનિક પદ્વતિ કાયદાના સ્વરૂપે અમલમાં છે પરંતુ તેના ઉલાળિયા થતા જોવા  છે.

બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ એકટ અને રૂલ્સ અમલમાં છે તે મુજબ દવાખાના-હોસ્પિટલ- લેબ વગેરેએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાંથી જરૂરી ઓથોરાઇઝેશન મેળવવાનું હોય છે. તેમાંય જામનગર-દ્વારકા જિલ્લાની વ્યવસ્થા મુજબ બાયોવેસ્ટના નિકાલ માટે સૌ પ્રથમ તો જુદી જુદી કચરો, જુદી જુદી રીતે ઢાંકીને એકઠો કરવાની હોય છે ત્યારબાદ માન્ય એજન્સી દેવ  મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા તે નિયમીત કલેકટ કરવાનું હોય છે કલેકટ કરેલો આ કચરો હરિપર પાસે સાઇટ નક્કી થઇ છે ત્યાં ઇન્સ્યુનરેટરમાં નિકાલ કરવાનો હોય છે. સમગ્ર બાબતે જરાપણ બેદરકારી રખાય તો દંડ થાય, કેસ નોંધાય વગેરે પગલા કાયદા મુજબ લેવાના હોય છે.

આ નિયમાનુસાર નોંધણી દરેકે કરાવવાની છે  જામનગર જિલ્લાના 707 અને દ્વારકા જિલ્લામાં 101 યુનીટ નોંધાયેલા છે ખરેખર આથી ડબલ કે તેથી વધુ યુનીટો નોંધવા પાત્ર છે તેમ છતાં આ સ્થિતિ છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રીજીયનલ ઓફિસના જણાવ્યા મુજબ ડીસ્ટ્રીકટ અને ફીલ્ડ વીઝીટ દરમિયાન વારંવાર આ અંગે અવેરનેશ આવે તે માટે સતત ઘ્યાન દોરવામાં આવે છે  તબક્કાવાર નોંધણી વધે છે.

Related posts

જામનગરમાં ત્રીજા દિવસે ડેંગ્યુથી ત્રીજું મોત

Nawanagar Time

પાણીચોરી કરનારની મિલકતમાંથી રિકવરી કરવા તંત્રની વિચારણા

Nawanagar Time

જામનગર જીપીએસસીની પરીક્ષામાં અડધો-અડધ ઉમેદવારોએ મારી ગુટલી

Nawanagar Time

Leave a Comment