Nawanagar Time
સ્પોર્ટસ

વિરાટ કોહલીએ મનાવ્યો તેના પર્સનલ સિક્યોરિટી ગાર્ડનો બર્થ-ડે

virat-kohli-celebrates-birthday-of-his-personal-security-guard

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિરાટ કોહલીએ તેમના પર્સનલ સિક્યોરિટી ગાર્ડનો જન્મ દિવસ સેલિબ્રેટ મનાવ્યો હતો. વિરાટ કોહલીએ સાદગીથી પર્સનલ સિક્યોરિટી ગાર્ડ ફૈઝલ ખાનનો જન્મ દિવસ મનાવ્યો હતો. વિરાટ કોહલીએ વિડીઓ સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. આ વિડીઓ દેખાઈ રહ્યું છે કે ફૈઝલ કેક કાપી રહ્યો છે અને વિરાટ કોહલી તેની માટે ગીત ગાઈ રહ્યો હતો. ફૈઝલ વિરાટ કોહલીને કેક ખવડાવતા નજર આવી રહ્યા છે સામે વિરાટે પણ તેમને કેક ખવડાવી હતી. ફૈઝલ આ સરપ્રાઈઝથી ખુબ ખુશ લાગી રહ્યા હતા.

ક્રિકેટના મેદાન પર આક્રમક નજરમાં આવતા વિરાટ કોહલીએ તેના સિક્યોરિટી ગાર્ડનો બર્થ-ડે પણ મનાવે છે. વિરાટ કોહલી તેના ફેન્સને ક્યારેય નિરાશ કરતો નથી. બ્રિઝબેનમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં પણ વિરાટ કોહલી ગ્રાઉન્ડ કર્મચારીઓ સાથે ફોટો ખેચતો જોવા મળ્યો હતો. ગયા વર્ષે BCCIએ એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમા વિરાટ કોહલી તેના ફેન્સ સાથે ફોટો પડાવી રહ્યો હતો.

ઘરઆંગણે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ વચ્ચે પણ વિરાટ કોહલી તેમના પર્સનલ બોડીગાર્ડનો બર્થ-ડે ભુલ્યા નથી અને મધરાત્રે કેક સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું.

Related posts

આ છે ચીનનું સૌથી મોટું એરપોર્ટ, 10 કરોડ પ્રવાસી ક્ષમત

Nawanagar Time

ભાણવડ પત્રકાર મંડળ આયોજિત હાફ મેરેથોન સાયકલ સ્પર્ધાને મળેલી અભુતપૂર્વ સફળતા

Nawanagar Time

આજે ચેન્નાઇ પ્લે ઓફનું સ્થાન પાકું કરશે

Nawanagar Time

Leave a Comment