Nawanagar Time
ટેક્નોલૉજી

Vivoનો નવો દમદાર ફીચર્સ વાળો સ્માર્ટફોન માત્ર 8490 રૂ. માં લોન્ચ….

Vivo's new smartphones only feature Rs 8490 Launches in ...

Vivoએ ભારતીય માર્કેટમાં પોતાનો Y81નો એક નવો વેરિયેન્ટ Y81i લોન્ચ કરી દીધી છે. કંપનીએ કોઈ જ શોર-શરાબા વગર આને ઓફલાઈન માર્કેટમાં રિલીઝ કરી દીધો છે. 91મોબાઈલ્સના રિપોર્ટ પ્રમાણે આ સ્માર્ટફોનની કિંતમ કંપનીએ 8,490 રૂપિયા રાખી છે.

ધ્યાન રહે Vivo Y81i કોઈ નવો ડિવાઈસ નથી, આને પહેલાથી જ મલેશિયામાં વેચવામા આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં MediaTekનો Helio A22 પ્રોસેસર આપવામા આવ્યો છે જે શાઓમીના Redmi 6A અને Redmi 6માં આપવામા આવેલા પ્રોસેસર જેવો છે. આ સ્માર્ટફોનને માત્ર એક વેરિએન્ટ 2GB રેમ અને 16GB સ્ટોરેજમાં ઉતારવામા આવ્યો છે.

આનાથી પહેલા ઓગસ્ટમાં વીવીએ Y81ને 3GB રેમમાં ઉતારવામા આવ્યો હતો, જેની કિંત 12,999 રૂપિયા રાખવામા આવી હતી. જોકે, 1 હજાર રૂપિયાના ઘટાડા બાદ આ સ્માર્ટફોનની કિંમત 11,990 રૂપિયા થઈ ગઈ છે.

 

Vivo Y81iના ફિચર્સ

Vivoનો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ FunTocuch 4.0 કસ્ટમ સ્કિન પર ચાલે છે. આ સ્માર્ટફોન 1520X720 રિઝોલ્યૂશન સાથે 6.22 ઈંચ ફુલવ્યૂ ડિસ્પલે આપવામા આવ્યો છે. આ સ્ક્રીનમાં નોચ જોવા મળશે. આ સ્માર્ટફોનમાં 2GB રેમ અને 16GBની ઈન્ટરનલ મેમોરી સાથે MediaTek Helio A22 પ્રોસેસર આપવામા આવ્યો છે.

ફોટોગ્રાફીની સેક્શનની વાત કરીએ તો આને રિયરમાં 13 એમપીનો સિંગલ કેમેરો આપવામા આવ્યો છે. આ LED ફ્લેશનો પણ સપોર્ટ હાજર છે. જ્યારે સેલ્ફી માટે માટે આના ફ્રન્ટમાં 5 એમપીનો કેમેરો આપવામા આવ્યો છે. સેલ્ફી માટે AI ફેસ બ્યૂટી મોડ પણ આપવામાં આવ્યો છે, જે સ્કિન ટોનને શાનદાર ટોનને શાનદાર બનાવવામાં મદદ કરે છે.

આ સ્માર્ટફોનની બેટરી 3,260mAhની છે. આ સ્માર્ટફોન 7.7mm થિક છે અને આનું વજન 143 ગ્રામ છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામા આવ્યો નથી પરંતુ ફેસ અનલોક ફિચર આપવામા આવ્યો છે.

Related posts

શાઓમી Redmi 7 સ્માર્ટફોનનો ભારતમાં આજે બપોરે સેલ યોજાશે, કિંમત ₹7999થી શરૂ

Nawanagar Time

નવો ખરીદેલો Appleનો આ લેટેસ્ટ iphone થયો બ્લાસ્ટ,જાણો શું થયું થયુ બાદમાં…

Nawanagar Time

Xaiomi આપી રહ્યું છે 5000/- રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ,જાણો કઈ રીતે

Nawanagar Time

Leave a Comment