Nawanagar Time
ટેક્નોલૉજી

વોડાફોને લોન્ચ કર્યો આ સૌથી સસ્તું પ્લાન ,ક્લિક કરી જાણો આ પ્લાન વિશે…

vodafone-launches-this-cheapest-plan-click-to-know-about-this-plan

Reliance Jioના એન્યુઅલ પેક પછી BSNL એ પોતાનો સસ્તો એન્યુઅલ પ્લાન લોન્ચ કર્યો હતો. હવે વોડાફોન પણ વાર્ષિક પ્લાન લઈને આવ્યું છે. જિયો 1699 રૂપિયામાં આખા વર્ષ માટે અનલિમિટેડ કોલ, મેસેજ અને ડેટા આપી રહ્યું છે. જ્યારે BSNL 1312 રૂપિયામાં 5 જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને મેસેજ આપી રહ્યું છે. જેની સામે વોડાફોને 365 દિવસ માટે જુદી રીતે પ્લાન લોન્ચ કર્યો છે.

વોડાફોનનો વાર્ષિક પ્લાન

એસટીડી અને રોમિંગમાં અનલિમિટેડ કોલ:-

ટેલિફોન કંપનીઓ આજની ગળાકાપ હરિફાઈમાં ટકી રહેવા માટે અવનવી સ્કિમ સાથે ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયાસ કરે છે. હવે વોડાફોને 1499 રૂપિયામાં પોતાનો વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં કંપની એસટીડી અને રોમિંગમાં અનલિમિટેડ કોલ તથા અનલિમિટેડ મેસેજની સાથે રોજ 1 જીબી ડેટા આપી રહી છે. જેમાં 365 દિવસમાં યૂઝરને કુલ 365 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં યૂઝરને વોડાફોન પ્લે એપની સર્વિસ મફતમાં મળશે. વોડાફોનની આ સર્વિસમાં યૂઝરને લાઇવ ટીવી, મૂવી, મ્યુઝિક, વીડિયોની મજા યૂઝર માણી શકે છે.

હાઇસ્પીડ ડેટા મળતો રહેશે:-

વોડાફોન 1499 રૂપિયાવાળો પ્લાન જિયો કરતાં પણ ઇકોનોમિકલ લાગી રહ્યો છે. વોડાના પ્લાનમાં 1 જીબીની ડેઇલી ડેટા લિમિટ સમાપ્ત થયા પછી પણ હાઇ સ્પીડટમાં ઇન્ટરનેટ ચાલતું રહેશે. જો કે, હાઇસ્પીડ ડેટા માટે યૂઝરે 50 પૈસા પ્રતિ એમબીનો ચાર્જ ચૂકવવાનો રહેશે. જિયોના વાર્ષિક પ્લાનમાં યૂઝરને રોજ 1.5 જીબી ડેટા મળે છે, જે સમાપ્ત થયા પછી ડેટા સ્પીડ ઘટીને 64Kbps થઇ જતી હોય છે.

Related posts

સરકારની તમામ ઓનલાઈન સેવાઓ આજથી મધરાતથી બંધ, Online Black Out

Nawanagar Time

ખંભાળિયામાં સુખી લગ્નજીવનમાં PUBGએ પલીતો ચાંપ્યો

Nawanagar Time

ઈસરોના અતિ અગત્યના મિશન ચંદ્રયાન-2નું પરીક્ષણ શરૂ, જુલાઈ મહિનામાં થશે રવાના

Nawanagar Time

Leave a Comment