Nawanagar Time
ખાસ મુલાકાત ગુજરાત જામનગર

ચાંદો ઉગ્યો ચોકમાં… લોકગીતોનો આસ્વાદ કરાવતો ગ્રંથ

volume-of-a-folk-song

લોકસંગીતના જતન માટે લોકગાયક નિલેશ પંડયાએ તૈયાર કરેલા ગ્ંરથનું માહિતી ખાતા દ્વારા પ્રકાશન

જામનગર:-ગુજરાતીઓને અનેક લોક ગીતો વારસામાં મળ્યા છે. પરંતુ આજની પેઢીને આ લોકગીતોના આસ્વાદ એટલે કે અર્થઘટનથી ખુબ જ દૂર છે. પરિણામે લોકગીતોનો વારસો ધીમે ધીમે  ચૂકયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ત્યારે આ લોકગીતોનું રસદર્શન કરાવતો ગ્રંથ ‘ચાંદો ઉગ્યો ચોકમાં…’ રચવાનું બીડું જાણીતા લોકગાયક અને પત્રકાર નિલેશ પંડયાએ ઝડપ્યું હતું અને રાજય સરકારના માહિતી ખાતાએ આ ગ્રંથ પ્રકાશિત કરી મહામૂલુ કાર્ય કર્યૂ છે.

ચાંદો ઉગ્યો ચોકમાં… શિર્ષક તળે તૈયાર થયેલા ગ્ંરથ અંગે ‘નવાનગર ટાઇમ’ને  વિગતો આપતા નિલેશભાઇ પંડયાએ કહ્યું હતું કે લોકગીતોનું રસદર્શન  કરાવવાના પ્રયાસ ખુબ જ નહિંવત થયા છે. જેથી આજનો યુવા વર્ગ લોકગીતોનું મહત્વ સંપૂર્ણપણે સમજી શકયો નથી. ચાંદો ઉગ્યો ચોકમાં.. ગ્રંથમાં 90 જેટલા લોકગીતોનો આસ્વાદ કરાવવામાં આવ્યો છે અને ગ્રંથનું પ્રકાશન માહિતી ખાતા દ્વારા થયું છે. માહિતી ખાતાની કચેરીએથી આ  ઉપલબ્ધ થશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ચાંદો ઉગ્યો ચોકમાં.. માધ્યમથી યુવાવર્ગ તથા લોકગીતો માણવા ઇચ્છુકોને કથા સાથે લોકગીતોનું રસદર્શન કરાવવાનો પ્રયાસ થયો છે. આ ગ્રંથ રચવા વર્ષો સુધી સાધના કરી છે. 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી લોકગીતોના મોતી એકઠા કર્યા છે. નવા ગ્રંથમાં લોકગીતોનો મર્મ સમજાવવાનો પ્રયાસ  છે. મને 4 થી પ વર્ષ પહેલા લોકો સુધી લોકગીતોનો આસ્વાદ પહોંચાડવાનો વિચાર આવ્યો હતો. મેં અત્યાર સુધીમાં 150થી વધુ લોકગીનો રસ દર્શન કરાવ્યું છે જેમાંથી ચુનંદા 90 જેટલા લોકગીતોનો ગ્રંથ તૈયાર થયો અને રાજય સરકારના માહીતી ખાતાએ તેને પ્રકાશિત કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં જે  સશકિતકરણની વાત કરવામાં આવી રહી છે. તે તો આપણાં લોકગીતોમાં 400થી 500 વર્ષ પહેલા જ કહેવાઇ ગઇ છે અનેક લોકગીતો સ્ત્રી સશકિતકરણ અને સ્ત્રી શકિતના કિસ્સાઓમાંથી ભરપૂર છે.

Related posts

લાલપુર નજીક ડમ્પર હડફેટે બે ગાયોના મોત

Nawanagar Time

નવાનગર ટાઈમ ની અસર, નવાનગર ટાઈમ નાં એહવાલ બાદ હાલારમાં દૂષિત પાણીનો ઉપયોગ બંધ કરવા સરકારનો આદેશ

Nawanagar Time

જામનગરના કિશાન ચોકમાં ખખડધજ બાંધકામનો કડૂસલો બોલાવતી એસ્ટેટ શાખા

Nawanagar Time

Leave a Comment