Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ગ્રામ્ય બેઠકમાં જ્ઞાતિ દીઠ મતદારો

voters-per-caste-in-jamnagar-rural-meeting

આ બેઠક ઉપર પાટીદારોનું વર્ચસ્વ: ફરી રાઘવજી પટેલ મેદાનમાં

જામનગર :-જામનગર ગ્રામ્ય બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં રાજ્યસભા-17ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા રાઘવજી પટેલ સામે જીતનાર વલ્લભભાઈ ધારવિયાએ રાજીનામું આપીને  પુન: ભાજપ પ્રવેશ લઈ લીધો છે, જેથી લોકસભા સાથોસાથ આ બેઠકની પેટા ચૂંટણી આવી પડી છે. એટલે સમગ્ર રાજ્યની નજર આ સિટ ઉપર મંડાયેલી છે, ભાજપે પાટીદાર  ટિકિટ આપી છે. સામે પક્ષે કોંગ્રેસમાં બેઠક લડવા 36-36 દાવેદારો સામે આવ્યા છે. આ બેઠકમાં પાટીદારો મતદારોનું વર્ચસ્વ ગણાય છે.

જામનગર જિલ્લાની જામનગર ગ્રામ્ય બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 77માં નંબરમાં છે. આ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા રાઘવજી પટેલને ટિકિટ આપી છે. જામનગર ગ્રામ્ય બેઠક જીતવી એ ભાજપ  ખુબ જ મહત્વની બની ગઈ છે, આમ તો આ બેઠકમાં પાટીદારોનું વર્ચસ્વ ગણાય છે, માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રાઘવજી પટેલને ભાજપે ઉમેદવાર  બનાવ્યા છે. રાઘવજી પટેલ એક લડાયક પાટીદાર નેતા છે.

રાઘવજી પટેલ  છેલ્લા ત્રીસ વર્ષથી રાજકારણમાં છે અને શરૂઆત કોંગ્રસથી કરી હતી અને ત્યાર બાદ ભાજપ જોઈન  બાદમાં રાજપામાં ગયા હતા અને તેમાં કેબિનેટ મંત્રી હતા ત્યાર પછી કોંગ્રસમાં હતા અને હાલ ભાજપમાં છે. પાછલી તમામ 6 વિધાનસભા લડ્યા હતા અને હાલ તેઓ જામનગરના હાપાયાર્ડમાં ચેરમેનપદે છે.

કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે જાતિય સમીકરણો બેસાડવાની મથામણ થઇ રહી છે. 2017માં કોંગ્રેસે સતવારા સમાજના વલ્લભભાઈ ધારવિયાને ઉમેદવાર  હતા. છ ધોરણ પાસ થયેલા વલ્લભભાઈ અગાઉ ભાજપમાથી જિલ્લા પંચાયત લડી ચુક્યા હતા.

voters-per-caste-in-jamnagar-rural-meeting
voters-per-caste-in-jamnagar-rural-meeting

 

જ્ઞાતિવાદી સમીકરણો

  1. લેઉઆ પટેલ…………………………………………………….
  2. કડવા પટેલ………………………………………………………
  3. ક્ષત્રિય……………………………………………………………..
  4. દલિત……………………………………………………………..
  5. મુસ્લિમ……………………………………………………………
  6. રબારી-ભરવાડ………………………………………………….
  • 47,200
  • 38,000
  • 26,200
  • 15,000
  • 23,500
  • 12,000

Related posts

26મીએ ગુજકેટ : ત્રણ સેશનમાં 1.34 લાખ વિદ્યાર્થી આપશે પરીક્ષા

Nawanagar Time

વાવાઝોડાની આગાહીને પગલે લોકોને જાગૃત રહેવા અનુરોધ

Nawanagar Time

રણમલ તળાવને નર્મદાના નીરથી ભરવા ચેમ્બરની રજૂઆત

Nawanagar Time

Leave a Comment